પતંગબાજોનો ઉત્સાહ બેવડાયો:14 -15 જાન્યુઆરીએ પવનની ગતિ 8થી 15 કિમીની વચ્ચે રહેવાની આગાહી, જે પતંગ ચગાવવા માટે એકદમ માફક

કડોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિ-રવિની રજાની સાથે સાથે પવનદેવની હાજરીની શક્યતાને લઇ પતંગબાજોનો ઉત્સાહ બેવડાયો

ઉતરાયણનો તહેવારનું યુવાનો ઘણું આકર્ષણ હોય છે. યુવાનો ઉત્તરાયણની રાહ ઘણા સમયથી જોતા હોય છે. ઉતરાયણ આ વર્ષ શનિ - રવિવારે હોય જેથી યુવાનોમાં બે દિવસ ઉતરાયણને કારણે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખરે ઉતરાયણના દિવસે પવની ગતિ પર આવીને વાત અટકી જાય છે. ઉતરાયણના દિવસે પવન 8થી 11 કિમીની ઝડપે ફૂંકાશે જ્યારે 15 મીના રોજ પવનની ગતીમાં વધારો નોંધાઈ 15 કિમી ઝડપે પવન ફૂંકાશે.

ઉતરાયણનો તહેવારની બાળકોથી લઈ યુવાનોને પૂર્ણ કરી છે. ત્યારે હવે ઉતરાયણ કેવી જશે તેનો આધાર માત્રને માત્ર પવન પર રહેશે. જોકે, આ વર્ષે ગત વર્ષની સરખામણીએ પવનની ગતિ ઓછી રહેશે. આ વર્ષે સુરત જિલ્લામાં 14મીના રોજ પવનની ગતિ 8થી 11 કિમીની ઝડપે ફૂંકાશે. જ્યાારે 15મીના રોજ પવનની ગતિ વધીને 12 કિમી સુધી પહોંચશે. જેથી આ વર્ષે પતંગ રસીયાઓએ પતંગ ચગાવવા સરળતા રહેશે. જિલ્લા કૃષિ હવામાન એકમના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના તાલુકામાં પવનની ગતિ અલગ અલગ રહેશે.

ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમી પવનો ફૂંકાશે. જેમાં માંડવી, માંગરોળ, મહુવા અને ઓલપાડ તાલુકામાં પવનની ગતિ 10થી 15 કિમી સુધી પહોંચશે. જ્યારે બારડોલી, પલસાણા, ઉંમરપાડા, કામરેજ તાલુકામાં પવનની ગતિ 8થી 11 કિમીની ઝડપે ફૂંકાવાનું જણાવ્યું હતું. આ દરમિયાન પવનના સૂસવાટા ફૂંકાવાથી પતંગ રસીયાઓને મઝા પડી જશે. સવારે 11થી રાત્રીના 8 વાગ્યા દરમિયાન પવનની ઝડપ વધુ રહેશે.

પતંગ ચગાવ વા આટલો પવન જરૂરી
પતંગના વેપારીઓ તેમજ જાણકારોના જણાવ્યા અનુસાર આકાશમાં પતંગ ઉડાવવા માટે 4થી 5 કિમીની ઝડપનો પવનની જરૂર પડે છે. પરંતુ 3 કિમી કે તેથી નીચે પવન રહે તો પતંગ ચગાવવા માટે ઠુંમકા મારવા પડે છે. ઓછા પવન હોય ત્યારે નાના પતંગ અને 6 તારની દોરીનો ઉપયોગ કરવો જોઈએ.

જ્યારે ઉતરાયણમાં ભારે પવન હોય ત્યારે પ્લાસ્ટિકના હલકા પતંગ ચગાવવા આ પતંગ હવામાં ધકેલાય છે અને આંગળા પર ભાવર આવવા દેતા નથી. વધુ પવનમાં પ્લાસ્ટિકના પતંગ સારી રીતે ચગી શકે છે. પવન ડાઉન થઈ જાય તો ત્રિવેણીકાગળના પતંગ સારી રીતે ચગી શકે.

અન્ય સમાચારો પણ છે...