ગરમીમાં રાહત:33 કિમીની ઝડપે પવન ફૂંકાતા ગરમી ઘટી, પવનમાં બારડોલી પાલિકાના કાચ તૂટ્યા

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

એપ્રિલમાં ગરમીનો પારો સતત 40 ડિગ્રીને પાર રહ્યા બાદ મે માસની શરૂઆતમાં પણ તાપમાનનો પારો ઉંચે રહેતા લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા હતાં. છેલ્લા થોડા દિવસોથી પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળ્યો છે. જેના કારણે ગરમીમાં રાહત થઈ છે. શનિવારના રોજ 33 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના કારણે ગરમીનો પારો નીચે ગયો હતો.

શનિવારના રોજ મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાત્રીનું ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી પર પહોંચ્યું હતું. હાલ વૈશાખી વાયરાને કારણે તાપમાનમાં ઘટાડો નોધાતો લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જ્યારે પવનથી કેટલાક લોકોને તકલીફનો સામનો પણ કરવો પડ્યો હતો.

સૂસવાટા ભેર ફૂંકાતા પવનને કારણે બારડોલી નગરપાલિકાની બિલ્ડિંગમાં લાગવવામાં આવેલ કાચ તૂટી ગયો હતો. સદ્દનસીબે નીચે કોઈ ન હતું નહીંતર મોટો અકસ્માત થવાની શક્યતા હતી. નવનિર્મિત બનેલ પાલિકાનો કાચ પવનને કારણે તૂટી જતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...