કડોદરા ખાતે રહેતા પરપ્રાંતીય યુવાનને વીજ કરંટ લાગતાં મોત નીપજયું છે. યુવાન હરીપુરા ગામે વાઈફાઈનો વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફિટ કરી રહ્યો હતો તે સમયે ઇલેક્ટ્રીક વીજ કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું.
ઘટના અંગે મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે શ્રીનિવાસ રાધે રેસિડન્સીમાં ફ્લેટ નંબર-404 માં રહેતા અને મૂળ બિહારના વતની રણજીતકુમારસીંહ હરીનારાયણસીહ કુશ્વાહા (35) ગતરોજ 5 વાગ્યાની આસપાસ હરીપુરા ગામે આવેલી વિધાતા ઇંડસ્ટ્રીઝ વિભાગ-02 માં સરસ્વતિ ક્રિએશન બિલ્ડિંગની પાછળ ખુલ્લી સી.ઓ.પીની જગ્યામાં નીચે બિલ્ડિગ ઉપરનો વાઇફાઇવ વાળો વાયર એક જગ્યાએથી બીજી જગ્યાએ ફીટ કરવા વાયર કાઢી ખેંચી લઈ જતા હતા.
ત્યારે ત્યાં ઉપરથી પસાર થતી ઇલેક્ટ્રીક 66 KV વાળી હાઇટેંશન લાઇનના તાર સાથે વાયર અડી જતા હાઇટેંશન વાળો કરંટ લાગતા વાયર સાથે સળગી જતા આખા શરીરે ગંભીર રીતે દાઝી જતા તેનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.