આપઘાતનો પ્રયાસ:પતિએ મોબાઈલ જોવા નહીં આપતા પત્નીએ ઝેર પી લીધું

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમયસર સારવાર મળતાં જામણકૂવાની પરિણીતાનો જીવ બચ્યો

માંડવી તાલુકાના જામણકુવા ગામે રહેતાં એક પરિણીતા એ પોતાના પતિ પાસે મોબાઈલ જોવા માંગ્યો હતો પરંતુ પતિ એ મોબાઈલ ન આપતાં તેને ખોટું લાગ્યું હતું અને ઝેરી દવા પી લીધી હતી. ઘટના અંગે મળતી વિગતો મુજબ માંડવી તાલુકાના જામણકુવા ગામે રહેતાં સુનિલભાઈ ગિરીશભાઈ ગામીત પત્ની પ્રીતિ બહેન અને પરિવાર સાથે રહે છે અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવે છે.ગત 4/5/22 ના રોજ પ્રીતિબહેને પોતાના પતિ સુનિલ પાસે તેનો મોબાઈલ જોવા માંગ્યો હતો.જો કે સુનિલે તેને મોબાઈલ આપવા ઇન્કાર કર્યો હતો.

આ કારણે તેમની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી.આ કારણ થી પ્રીતિ બહેન ને મનોમન ખોટું લાગી ગયું હતું અને તેમણે જીવન ટુંકાવી દેવા નો ફેંસલો કરી લીધો હતો.ચાર વાગ્યા ના સુમારે ઘરે કોઈ ન હતું તે સમયે પ્રીતિ બહેન ગામિતે (23) ઘર માં પડેલી શાકભાજી માં નાખવાની ઝેરી દવા ગટગટાવી લીધી હતી.જો કે આ અંગે પરિવારજનો ને જાણ થઈ જતાં પ્રીતિ બહેન ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેમને સારવાર મળી જતાં તેમનો જીવ બચી ગયો હતો.આ અંગે માંડવી પોલીસે જાણવા જોગ નોંધ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...