બારડોલીના વાંકાનેર ગામમાં 45 વર્ષીય વિધવા મહિલાએ રાત્રી દરમિયાન ઘરમાંથી બહાર નીકળી જઈ, કૂવામાં કુદી આત્મહત્યા કરી હતી. આ પગલું ભરવા પહેલા સુસાઈડ નોટ પણ લખી ગઈ હતી. જેમાં માનસિક સ્થિતિ ખરાબ હોવાથી દુઃખ સહન થતું ન હોવાથી આ પગલું ભરુ હોવાનું જણાવેલ છે. પોલીસના જણાવ્યા વાંકાનેર ગામે હીરાવાડી ફળિયુમાં રહેતા સપનાબેન મહેન્દ્રભાઈ પટેલ (45)ના પતિનું મૃત્યુ થયું હોય, ભાઈના ઘરે જ દીકરા સાથે રહેતા હતા. રવિવારની રાત્રે ઘરના સભ્યો જમીને સુઈ ગયા હતા.
ત્યારબાદ સપનાબેન પટેલ ઘરમાંથી નીકળી જઇ, ફળિયામાં રહેતા ચંદ્રકાન્ત મગનભાઈ પટેલના વાડામાં આવેલ કૂવામાં કોઈ અગમ્યકારણ સર કૂદી આત્મહત્યા કરી હતી. જે અંગે પરિવારને સવારે જાણ થતાં શોધખોળ શરૂ કરી હતી. સપનાબેને આત્મહત્યા પહેલા સુસાઇડ નોટ લખી હતી, જેમાં જણાવ્યા મુજબ મારી માનસિક સ્થિતિ બરાબર નથી. રાત્રે ઊંઘ પણ આવતી નથી.
આખી રાત જાગુ છું. દુઃખ સહન થતું ન હોવાથી આ પગલું ભરુ છું. ભૂલચૂક થઈ હોય તો, માફ કરશો. સપનાબેનને અગાઉ કોરોના થયો હતો, પરંતુ તેઓ સજા થઈ ગયા હતા. સ્વસ્થ હોવા છતાં કોઈ ચિંતામાં માનસિક સ્થિતિ ખરાબ થવાથી આ પગલું ભર્યું હોવાનું જાણવા મળેલ છે. પોલીસે મહિલાના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હતી. અમોતનો ગુનો નોંધી બારડોલી રુલર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.