ફરિયાદ:‘કેમ છોકરા સાથે મસ્તી કરે છે’ કહેતા જાનથી મારી નાખવા ધમકી

કીમ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખોલવડના શ્રીનાથજી ડાયમંડ ખાતે બનેલી ઘટના
  • ફરિયાદીને લોખંડનો પાઇપ લાવી માર પણ મરાયો

કામરેજના ખોલવડની હદમાં આવેલ શ્રી નાથજી ડાયમંડમાં કામ કરતા કારીગરને અન્ય કારીગરે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે કામરેજ પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ કામરેજ તાલુકાના વાવ ખાતે રહેતા ફરિયાદી પ્રવીણભાઈ સવજીભાઈ ભોજવીયા (20) (રહે, શ્રીજી રો હાઉસ, વાવ, તા-કામરેજ) ગત તારીખ 7 ના રોજ અન્ય કારીગર સાથે શ્રીનાથજી ડાયમંડ ખોલવડ ખાતે કામે જઈ રહ્યા હતા. ત્યારે તેઓ સાથે લક્ષમણભાઈ ઉર્ફે શૈલેષ ત્રિભોવનભાઈ પરમાર પણ ત્યાં કામ કરતો હોય એ સાથે હતો.

ત્યારે ઘંટીનું કામ શીખતાં એક નિલેશ નામના છોકરા સાથે લક્ષમણભાઈ પરમાર મસ્તી કરતા હોઈ ત્યારે ફરિયાદીએ “કેમ નાના છોકરાઓ સાથે મસ્તી કરે છે”તેમ કહેતા લક્ષમણભાઈ ઉશ્કેરાઇ ગયો હતો અને તો શું તારી સાથે મસ્તી કરું એમ કહી ફરિયાદીના ગાલે લાફો મારી દીધો હતો. તે બાદ બીજા દિવસે ફરિયાદી અમૃત ઉદ્યોગનગર ખોલવડ ગામ ખાતે આવેલ શ્રી નાથજી ડાયમંડના કારખાનામાં કામ કરતો હતો તે દરમિયાન અચાનક લક્ષમણભાઈ ઉર્ફે શૈલેષ ત્રિભોવનભાઈ પરમાર તેમના હાથમાં લોખંડની પાઇપ લઈ આવી ફરિયાદીને માથામાં મારી ઇજા કરી હતી. ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદી પ્રવીણભાઈ સવજીભાઈ ભોજવીયાએ સદર બાબત અંગે કામરેજ પોલીસ મથકે પહોંચી ફરિયાદ લખવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...