રાજ્યની શાળાઓમાં અંધશ્રધ્ધાના નિમૂર્લનના પાઠ ભણાવવાના હોય છે. પરંતુ સુરતના બારડોલી તાલુકાના મઢી ગામની એક શાળામાં અંધશ્રદ્ધામાં બંધાઇ ભૂવા દ્વારા તમામ વિદ્યાર્થિનીઓ પર વિધિ કરાઇ હોવાની ઘટનાથી ચકચાર જાગી છે. આશ્રમશાળામાં ધોરણ 9થી 12ની લગભગ 140 જેટલી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે અને પ્રાંગણમાં આવેલી આશ્રમ શાળામાં રહે છે.
ગૃહમાતાએ નજીકના ગામમાંથી એક ભગતને બોલાવ્યાં
ગત દિવસોમાં એક વિદ્યાર્થીને અચાનક રાત્રે કંઈક તકલીફ થઇ હતી અને બૂમો પાડી ધમાલ કરવા લાગી હતી. તેની સાથે રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ આ દ્રશ્ય જોઇ ડરી ગઇ હતી. આશ્રમની ગૃહમાતાને મામલાની જાણ થતા આવ્યા હતા. તેઓ પીડિતાને સારવાર માટે દવાખાને લઇ જવાને બદલે નજીકના ગામમાંથી એક ભગતને બોલાવી રાત્રે બનેલી ઘટના સંભળાવી હતી.
વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા
ભગતે કહ્યુ કે વિદ્યાર્થિનીને ભૂતનો પડછાયો છે. જેથી તેની પીંછી નાંખી વિધિ કરવી પડશે. ત્યારબાદ તે વિદ્યાર્થિનીની પીછી નાખી વિધિ કરી દોરા બાંધ્યા હતાં. તેની સાથે સાથે ત્યાં રહેતી તમામ વિદ્યાર્થિનીને પીછી નાંખી હતી, અને હાથે લાલ દોરા બંધાવ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.