તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બારડોલીની મહિલા લેબ ટેકનિકિશિયન સુરતની કોવિડ 19 સેન્ટરમાં 15 દિવસ ફરજ બજાવી પરત ઘરે ફરતાં સોસાયટીના રહીશોએ સ્વાગત કર્યુ હતું. તેન આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા બિનાબહેન પટેલ 3 વર્ષથી કડોદ સીએચસીમાં લેબ ટેકનિશીયન તરીકે ફરજ બાજવે છે. મહામારીમાં કોવિડ 19 સેન્ટરમાં તેમને 15 દિવસની ડ્યુટી આપી હતી. આઈસોલેશન દર્દીના સેમ્પલ કોરોના પોઝિટિવ અને નેગેટિવ અંગેનો રિપોર્ટ કરવાનું કામ કરવાની જવાબદારી હતી. લેબ ટેકનિશિયન બિના પટેલના જણાવ્યા મુજબ વોર્ડમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધી જતાં તેમના 3 સેમ્પલ લેવા લેબમાં આવતાં બીજાને સંક્રમણ થવાનો ભય હોવાથી પીપીઈ કિટ પહેરી એક માળથી બીજા માળ પર જાતે જઈ દર્દીના બેડ પર સેમ્પલ લઈ ચકાસણી કરતાં હતાં. કોરોનાથી ડરવાની જરૂર નથી. આપણી રીતે કાળજી રાખવાની જરૂર છે. સોસાયટીમાં આવતા મારુ સ્વાગત કરતાં જોઈ આંસુ સરી ગયા હતાં.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.