લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે મુજબ એપ્રિલ મહિનાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી 27મીએ અને જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.28મીના રોજ યોજાશે. તા.27મીના રોજ સવારે 11.00 વાગ્યે સુરત જિલ્લા કલેક્ટરશ્રી કોઈ પણ એક તાલુકામાં ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમના ભાગરૂપે તા.૨૭મીના રોજ સવારે ૧૧.૦૦ વાગે આ અધિકારીઓ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
જેમાં સિટી તાલુકામાં નાયબ કલેક્ટર સિટી પ્રાંત, માંડવી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(મહેસુલ), ઉમરપાડા તાલુકા ખાતે નાયબ કલેક્ટરશ્રી માંડવી પ્રાંત, માંગરોળ તાલુકામાં નાયબ નિયામકશ્રી સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા) અડાજણ, ઓલપાડ તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(પંચાયત), બારડોલી તાલુકામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી(વિકાસ), કામરેજ તાલુકામાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી-સુરત, પલસાણા તાલુકામાં નાયબ ક્લેક્ટરશ્રી કામરેજ પ્રાંત, ચોર્યાસી તાલુકામાં નાયબ ક્લેક્ટરશ્રી ઓલપાડ પ્રાંત, મહુવા તાલુકામાં નાયબ ક્લેક્ટરશ્રી, બારડોલી પ્રાંત હાજર રહેશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારોએ દર મહિનાની તા.૧૦મી સુધીમાં પોતાની અરજી મોકલવાની રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.