તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકેન્ડ લોકડાઉન:બારડોલીમાં વિકેન્ડ લોકડાઉન, બજારો તો બંધ પણ વાહનોનો ધમધમાટ યથાવત

બારડોલી10 દિવસ પહેલા
 • કૉપી લિંક
બારડોલી નગરના ગાંધીરોડ પર વાહનોની અવરજવર ચાલુ, જ્યારે દુકાનો સંપૂર્ણ બંધ. - Divya Bhaskar
બારડોલી નગરના ગાંધીરોડ પર વાહનોની અવરજવર ચાલુ, જ્યારે દુકાનો સંપૂર્ણ બંધ.
 • લોકડાઉન ખુલતા જ શાક માર્કેટમાં થતી ભીડ અટકાવવા આયોજન જરૂરી

બારડોલી નગરમાં સતત બીજા દિવસે બજાર સંપૂર્ણ બંધ રહ્યું હતું. જોકે નગરના માર્ગો પર વાહનોનો ધમધમાટમાં કોઈ ફેરફાર જણાયો ન હતો. આજે સવારે 6 વાગ્યે લોકડાઉનના 58 કલાક પુરા થતા ફરી બજાર ખુલ્લા થશે. ત્યારે લીમડાચોક શાકભાજી માર્કેટ એકમાત્ર જ્યાં સવારમાં ભીડભાળનો માહોલ થઈ જતો હોય છે. પાલિકાની ટીમ હાજર રહેતી હોય, જેમાં કર્મચારી હોવાથી દુકાનદારો સમજતા નથી.

બારડોલીમાં રવિવારે નગરમાં આવશ્યક સેવા સિવાયની તમામ દુકાનો બંધ રાખવામાં આવી હતી. પરંતુ લોકો વાહનોમાં માર્ગ પર ફરતા જ રહે છે. જેમાં પણ થોડી જાગૃતતા દાખવવાની જરૂર છે. નગરમાં સોમવારે લોકડાઉન પૂર્ણ થતાં વહેલી સવારે શાકભાજી માર્કેટમાં શાકભાજીના વાહનો સહિત મોટું ટોળું વળી જતું હોય છે, સોસીયલ ડિસ્ટનસિંગનું પાલન થતું નથી. આવા સંજોગમાં સંકર્મનનો ખતરો વધી જતો હોય છે. પાલિકાના કર્મચારીઓને માર્કેટમાં ઉભા રાખવામાં આવે છ, પરંતુ અધિકારી કોઈ ન હોવાથી કર્મચારીઓને દુકાનદારો ગણતા નથી. ઘણી વખત જીભા જોડી થતી હોય છે. આ બાબતે પાલિકાના શાસકો અને સીઓ યોગ્ય આયોજન કરવાની જરૂર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો