તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જે બનો તે સાચા બનો:‘આપણને અજન્મા બનવા માટે જ આ માનવ જન્મ મળ્યો છે’

બારડોલી19 દિવસ પહેલા
 • કૉપી લિંક
બારડોલીમાં પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં પ્રવચન યોજાયું. - Divya Bhaskar
બારડોલીમાં પદ્મદર્શન વિજયજી મહારાજની નિશ્રામાં પ્રવચન યોજાયું.
 • બારડોલીમાં પદ્મદર્શન વિજયજીની નિશ્રામાં પ્રવચન

બારડોલી ઉપલી બજાર સ્થિત માણેક ભવનમાં પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજ ની પુનિત નિશ્રામાં જે બનો તે સાચા બનો એ વિષય પર વિશિષ્ટ પ્રવચન યોજાયું હતું. જેમાં જૈન સમાજ મોટી સંખ્યામાં ઉમટયો હતો. પૂજ્ય પંન્યાસ પદ્મદર્શનવિજયજી મહારાજે જણાવ્યું હતું કે સાચા અને સારા માણસોનો અત્યારે દુષ્કાળ ચાલી રહ્યો છે અને ખોટાઓનો દબદબો વધી રહયો છે ત્યારે પ્રત્યેક વ્યક્તિએ જાગવું પડશે.

સંસારએ દુઃખોની ખાણ છે જન્મ, રોગ , ઘડપણ અને મૃત્યુના દુઃખ ક્રમશઃ કાતિલ છે. જન્મ જેવો કોઈ રોગ નથી અજન્મા બનાવવા માટે આ જન્મ મળ્યો છે. મીરા પણ કહેતા હતા, નહી ઐસો જનમ બાર બાર, નાટક, તિયૅચ અને દેવના કરતાં પણ માનવનો જન્મ અનંત ગુણો મહાન છે જેની પ્રત્યેક ક્ષણને જાણવવાની અને માણવાની છે. માણસ બનો તો પણ સાચા બનો. ખરેખર તો શ્રેષ્ઠ કક્ષાના મોહમાયા અને અપેક્ષા વિનાના સંત બનવાનું છે પણ જો એ માટે તમારું સત્વ ન હોય તો કમ સે કમ સાચા માણસ તો બનવું જ જોઈએ.

સાચો સંત તેને જ કહેવાય કે જેને જીવ સૃષ્ટિ ઉપર સ્નેહભાવ હોય. કોઇપણ જીવ પ્રત્યે ધિક્કાર કે તિરસ્કારનો ભાવ ન હોય. કબીરજીની સરસ મજાની પંક્તિ યાદ કરો, બુરા દેખન મેં ચલા મુજસે બુરા ન કોઈ, આપણને કોઈના પણ દોષ જોવાનો અધિકાર નથી આપણા ખુદના જીવનમાં જ એટલા બધા દોષો જોવાનો પડ્યા છે કે જેની કોઈ સીમા નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો