મેઘરાજાની મહેર યથાવત:2 કલાકમાં 4 ઇંચ ખાબકતાં ઉમરપાડામાં જળબંબાકાર

બારડોલી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉમરપાડા તાલુકામાં વરસેલા 4 ઇંચ જેટલા વરસાદથી માર્ગો ગરક થ‌વાની સાથે ઠેર ઠેર પાણી ભરાયા હતા. - Divya Bhaskar
ઉમરપાડા તાલુકામાં વરસેલા 4 ઇંચ જેટલા વરસાદથી માર્ગો ગરક થ‌વાની સાથે ઠેર ઠેર પાણી ભરાયા હતા.

સુરત જિલ્લામાં ફરી એક વખત ઉમરપાડામાં 2 કલાકમાં જ ભારે વરસાદ પડતાં તાલુકાની મોહન ખાડીના નીચણ વાળા કોઝવે પાણીમાં ડૂબી જતાં લોકોને થોડા સમય માટે તકલીફ સહન કરવી પડી હતી. જ્યારે અન્ય તાલુકામાં વરસાદી ઝાપટાં નોંધાયા હતા.

ઉમરપાડમાં બપોરના સમયે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં જ 4 ઇંચ વરસાદ વરસતા ખાસ કરીને ઉમરપાડમાં જ કેવડી ઉમરપાડા માર્ગ પરનું નાળુ પરથી પાણી પસાર થતા થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવી હતી. જ્યારે સરદા ગામનો મોહન ખાદી પર આવેલ કોઝવે પણ પાણીમાં ગરક થઈ ગયો હતો, જેથી અવર જ્વર બંધ રહી હતી.

જોકે થોડા સમય બાદ નદીનું પાણી ઉતરી જતા બાદમાં વાહન વ્યવહાર યથાવત બન્યો હતો. અન્ય મોહન ખાડીના નિચાણ વાળા પુલ પર પણ પાણી ફરી વળ્યાં હતા. જોકે થોડા સમય માટે રસ્તો બંધ થયા બાદ ફરી યથાવત બન્યો હોવાનું જાણવા મળેલ છે. જિલ્લામાં ગાજ વીજ સાથે થયેલ વરસાદમાં સદનસીબે કોઈ જાન હાની થઈ ન હોવાનું સુરત જિલ્લા ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી વિગતો મુજબ જિલ્લાના ચોર્યાસી, મહુવા, માંડવી અને માંગરોળ તાલુકાને બાદ કરતાં બારડોલી 5 મીમી, કામરેજ 4 મીમી, ઓલપાડ 2 મીમી, પલસાણા 5 મીમી જ્યારે ઉમરપાડા તાલુકામાં 97 મીમી વરસાદ નોંધાયો છે. તાલુકાનાં નદી કોતરોમાં પાણીની આવક થઈ હતી. ઉમરપાડા તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.

તાપી જિલ્લો : માત્ર વાલોડમાં હળવો વરસાદ
તાપી જિલ્લામાં છેલ્લાં બે દિવસથી જિલ્લાના તાલુકાઓમાં તમામ તાલુકા કોરાકટ રહ્યા જ્યારે આજે ફક્ત વાલોડ તાલુકામાં બે એમ એમ જેટલો વરસાદ નોંધાયો હતો. જ્યારે બાકીના 6 તાલુકામાં બિલકુલ વરસાદ પડ્યો નથી દિવસ દરમ્યાન ઉઘાડ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...