સંસ્કૃતિનું ગૌરવ:આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરવા કંકોત્રીમાં વારલી ચિત્રો મુકાયા

માંડવી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમાજની ગૌરવશાળી સંસ્કૃતિથી યુવાપેઢીને અવગત કરવા અનોખો પ્રયાસ

દરેક સમાજને પોતાના સમાજનું અને પોતાના સમાજની સંસ્કૃતિનું ગૌરવ હોય છે, પરંતુ આધુનિક જમાનામાં પશ્ચિમની સંસ્કૃતિનુ જાણ આક્રમણ થતાં પોતીકી સંસ્કૃતિના અમલીકરણમા જાણે ઓટ આવવા લાગી છે, અને વર્ષોની પરંપરાઓ સાથે જોડાયેલી કલા કૌશલ્યો પણ નષ્ટ થવા લાગ્યા છે, ત્યારે માંડવી તાલુકાના ખેડપુર ગામના ચૌધરી પરિવારે લગ્ન પ્રસગમાં ચૌધરી સમાજની સંસ્કૃતિના દર્શન કરાવવાના પ્રયાસો કર્યા હતાં.

માંડવી તાલુકાના ખેડપુરા ગામના ચૌધરીનો આખો પરિવાર સુશિક્ષિત છે. હાલમાં દીકરાનો લગ્ન પ્રસંગ આવતાં પોતાની સંસ્કૃતિને મહદંશે અનુસરવાનો નિર્ધાર કર્યો હતો, અને લગ્નની કંકોત્રીમાં વારલી ચિત્રો મુક્યા હતાં. સાદી કંકોત્રીમાં મુકાયેલા વારલી ચિત્રો આકર્ષક બની રહ્યાં હતાં. સાથે આદિવાસી સંસ્કૃતિના કલા કૌશલ્યોના પણ દર્શન થતાં હતાં. અને પ્રકૃતિ પૂજક સમાજના પ્રતિકરૂપ વૃક્ષનું પણ ચિત્ર મુકી વૃક્ષદેવતાનું મહત્વ બતાવ્યું હતુ.

પ્રકૃતિ દેવોભવ, તથા પ્રકૃતિ એજ જીવન છે. એવા પ્રકૃતિનું મહત્વ બતાવતાં સુવિચારો પણ મુક્યા હતાં. આ ઉપરાંત અસંખ્ય નામો લખવાની જગ્યાએ નજીકના સગપણના નામો લખી જાણે નવો રાહ ચિંધ્યો હતો.

દરેક વ્યક્તિને સમાજ અને સંસ્કૃતિનું ગૌરવ હોવું જોઈએ
સમાજનું સંસ્કૃતિનું દરેકને ગૌરવ હોવું જોઈએ. મારો પુત્ર નોકરી કરે છે, અને પુત્રવધુ પણ લેબટેકનિશીનમાં આખા ગુજરાતમાં છઠ્ઠો ક્રમ અને એસટી કેટેગરીમાં પ્રથક્રમ મેળવ્યો છે. એમના લગ્ન પ્રસંગમાં પ્રકૃતિ દેવને પ્રાધન્ય આપી સમાજની સંસ્કૃતિના દર્શ કરાવવાનો પ્રયાસ કર્યો છે. ગ્રહસાંતક જેવી વિધી પણ ચૌધરી સમાજની પરંપરાના જાણકાર વિદ્વાનો દ્વારા કરવામાં આવનાર છે. જે સંસ્કૃતિ આદર્શ જીવન પદ્ધતિ શીખવે છે. - અશોકભાઈ ચૌધરી, વરરાજાના પિતા

અન્ય સમાચારો પણ છે...