વોન્ટેડ આરોપીની અટકાયત:બારડોલીમાં પ્રોહીબીશનનાં ગુનાનો વોન્ટેડ ઝડપાયો; આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 7 જેટલા ગુનાઓ નોંધાયા

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કડોદરા GIDC પોલીસે પ્રોહીબીશનના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો. જે આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં 7 જેટલા ગુનાઓ નોંધાવા પામ્યા છે. જેને ચોક્કસ બાતમી આધારે ઝડપી લઈ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે.

7 જેટલા પ્રોહીબીશનના ગુનાઓ નોંધાયેલા છે
સુરત જિલ્લાના કડોદરા ખાતેથી પ્રોહીબીશનના ગુનાના એક વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. કડોદરા પોલીસ સ્ટેશનના P.I આર.એસ. પટેલના નેતૃત્વ હેઠળ હે.કો. હરીશ ખુમા તથા પો.કો. ભવતીક મહેન્દ્રનાઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, કડોદરા ચાર રસ્તા નજીક કામરેજ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના કેશનો વોન્ટેડ આરોપી આનંદ ઉર્ફે યોગેશ વાલહે ઉભો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે આરોપીની અટકાયત કરી હતી. તેને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલો છે. આરોપી વિરુદ્ધમાં કડોદરા અને પલસાણા મળી 7 જેટલા પ્રોહીબીશનના ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...