આરોપી LCBના સકંજામાં:સુરત-ભરૂચમાં ઘરફોડ ચોરીના 4 ગુનાનો વોન્ટેડ આરોપી ઝડપાયો; અટકાયત કરી વધુ તપાસ હાથ ઘરી

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક

સુરત તથા ભરૂચ જિલ્લાના ઘરફોડ ચોરીના કુલ 4 ગુનાનો વોન્ટેડ રીઢા આરોપીને ગ્રામ્ય એલ.સી.બી પોલીસે કેવડી નજીકથી ઝડપી પાડ્યો હતો. સુરતમાં 1 અને ભરૂચ જિલ્લામાં 3 ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો.

પોલીસે રેડ કરી મુકેશ વસાવાની અટકાયત કરી
ગ્રામ્ય એલ.સી.બી પોલીસનાં હે.કો યોગેશ શ્રવણભાઈ તથા પેરોલ ફ્લો સ્ક્વોડનાં હે.કો રાજેશ બળદેવનાઓને બાતમી મળી હતી. કે ઉમરપાડા વિસ્તારમાં જી.ઇ.બી સબસ્ટેશનમાંથી કોપર અને અન્ય સામાનની ચોરી બબલું ઉર્ફે બલદેવ વસાવાએ તેના સાગરીત સાથે મળીને કરી હતી. જે ચોરીનો સરસામાન વેચવામાં મદદગારી કરનાર મુકેશ અમરસિંહ વસાવા કેવડી ચાર રસ્તા ખાતે આવેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી મુકેશ વસાવાની અટકાયત કરી છે. મુકેશ ઉમરપાડા, ભરૂચ સીટી, ઝગડિયા તેમજ અંકલેશ્વર પોલીસ મથકમાં વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...