બારડોલી તાલુકાના વાંકાનેર ગામે રહેતા યુવાનનો પ્રેમ સબંધ તૂટી જતા યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ઘરમાં મોભ ઉપર કમરનો પટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે.
મૃત્યુ નીપજતા બારડોલી પોલીસને જાણ કરાઈ
બારડોલી ગ્રામ્ય પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ, બારડોલી તાલુકાના વાંકાનેર ગામે આવેલા વાડી ફળિયા ખાતે રહેતા 22 વર્ષીય યુવક કિરણ અશોક રાઠોડને કોઈ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. અગમ્ય સંજોગોમાં પ્રેમ સંબંધ તૂટી જતા પ્રેમી યુવક કિરણ રાઠોડને માઠુ લાગી આવ્યું હતું. તેણે પોતાના ઘરમાં મોંભ ઉપર કમરે બાંધવાનો પટ્ટો બાંધી પોતાના ગળે ફાંસો ખાઈ લટકી જઈને આપઘાત કરવાની કોશિશ કરી હતી. ઘરના લોકોએ તેને બારડોલીની સત્યાગ્રહ સરકારી હોસ્પિટલ મુકામે સારવાર માટે દાખલ કર્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજતા બારડોલી પોલીસને જાણ કરાઈ હતી. પોલીસે મરનાર યુવકના મોટાભાઈની ફરિયાદ લઈ જરૂરી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.