મેઘ મહેર કે કહેર?:માંડવીમાં ભારે વરસાદને પગલે સરકારી આવાસ નજીકની દીવાલ ધરાશાયી; બાજુમાં આવેલા કાચા મકાન-મંદિરને નુકશાન

બારડોલી3 મહિનો પહેલા

સુરત જિલ્લાના માંડવી નગરમાં સરકારી આવાસ નજીક એક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થઈને બાજુમાં જ આવેલા કાચા મકાન પર પડતાં મકાનને ભારે નુકસાન થયું હતું. ઘટના મામલે માંડવી નગર પાલિકાને જાણ કરવા છતાં કોઈ અધિકારી નહીં ફરકતા સ્થાનિક રહીશોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.

બાજુમાં આવેલા કાચા મકાન-મંદિરને પણ નુકશાન
સુરત જિલ્લામાં વહેલી સવારથી મેઘ મહેર થઈ રહી છે. ત્યારે જિલ્લાના તમામ તાલુકાઓ સહીત માંડવીમાં પણ સવારે 6 વાગ્યાથી બપોર સુધીમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેને પગલે માંડવીના સરકારી આવાસ કે જ્યાં મામલતદાર સહિતના અધિકારીઓના આવાસ આવેલા છે. ત્યાં કમ્પાઉન્ડની એક દીવાલ ધરાશાયી થઈ હતી. દીવાલ ધરાશાયી થઈને બાજુમાં આવેલા એક કાચા મકાન પર પડતા મકાનને પણ ભારે નુકસાન થયું હતું. જો કે જાનહાનિ ટળી હતી. કાચા મકાનને નુકસાન સાથે નજીકમાં મંદિર આવેલું છે, ત્યાં પણ નુકસાન થયું હતું. હજુ પણ કેટલીક દીવાલો જર્જરિત હોવાથી સ્થાનિકોએ માંડવી પાલિકા ખાતે જાણ કરી હતી. અગાઉ પણ અનેકવાર રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ ગંભીરતા દાખવાઈ નહોતી. આજે પણ દીવાલ તૂટી પડ્યાને કલાકો સુધી પાલિકાના કોઈ જવાબદાર કર્મચારીઓ ફરક્યા ન હતા. જેથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...