તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:15મી સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

બારડોલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મતદારયાદીમા નામ નોંધાવવાની સુવર્ણ તક

ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.15/12/2020 સુધી મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ રહેશે. જેથી ટૂંકા દિવસો બાકી રહ્યાં છે, જેથી જે નાગરિકની ઉંમર તા.01/01/2021ના રોજ 18 વર્ષ પૂર્ણ થતી હોય તેઓ મતદારયાદીમાં નામ દાખલ કરાવી શકશે. આ કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લામાં 29233 ઓનલાઈન અને 60109 ઓફલાઈન મળી કુલ 89342 ફોર્મ નવા નામ દાખલ, કમી કે સુધારા માટે મળ્યા છે.

તા.06 ડિસે.ના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હેઠળ નજીકના મતદાન મથકો પર પણ સવારે 10.00 થી સાંજે 5.00 વાગ્યા સુધી આ કામગીરી થશે અથવા www.voterportal.ici.gov.in પર અથવા voter helpline એપ પર ઓનલાઈન અરજી કરી શકાશે, જેથી જરૂરિયાતમંદ નાગરિકોએ મતદાર યાદી સંબંધિત કામગીરીનો બહોળો લાભ લેવા સુરત અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવાયું છે. યુવા મતદારોને બાકી નામ નોંધાવવા તેમજ જરૂરી સુધારા વધારા કરાવવા માટેની આ ઝુંબેશનો લાભ જિલ્લા ચૂંટણી તંત્ર, સુરત દ્વારા અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો