તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:આઝાદીના સ્મૃતિ સ્થાનોની મુલાકાતથી આત્મવિશ્વાસ, આત્મબળનો સંચાર થાય છે

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કેરળના રાજ્યપાલે સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
કેરળના રાજ્યપાલે સરદાર સ્મારકની મુલાકાત લીધી હતી.

કેરાલા રાજયના રાજયપાલ આરીફ મોહંમદ ખાને આજે સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલા બારડોલી સ્વરાજ આશ્રમની મુલાકાત લિધી હતી. આ વેળાએ તેમણે જણાવ્યું હતું કે, બારડોલી આશ્રમએ રાષ્ટ્રીય તીર્થભૂમિ છે. અહીની મુલાકાત વેળાએ રાષ્ટ્રની આઝાદી માટે સ્વાતંંત્ર સેનાનીઓએ આપેલા બલીદાનો યાદ તાજી થાય છે. અંગ્રેજોની ગુલામીની ઝંઝીરોમાંથી દેશને આઝાદ કરવા માટે અનેક વિરોએ પોતાના બલિદાનો આપ્યા છે. લાખો સ્વાતંત્ર સેનાનીઓના ત્યાગ અને તપસ્યાથી આઝાદી મળી છે.

ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ભૂમિ પર આઝાદી સાથે સંકળાયેલા સ્મૃતિ સ્થાનોની મુલાકાતથી નવા આત્મવિશ્વાસ અને આત્મબળનો સંચાર થાય છે. તેમના બલિદાનોને યાદ કરી નવી પેઢી આઝાદીના ઇતિહાસની સમજી તેમાથી પ્રેરણા લે તેવા આશયથી આઝાદીના અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. સત્યાગ્રહીઓને સ્મરણાંજલિ આપવા એકવાર સ્વરાજ આશ્રમ બારડોલીની મુલાકાત લેવાનો અનુરોધ રાજયપાલશ્રીએ કર્યો હતો.

રાજયપાલએ સરદાર કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સાથે વાર્તાલાપ કરતા પોતાના માટે નહી અન્યોના માટે જીવન જીવવાની શીખ આપી હતી. આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવેશભાઇ પટેલ, સ્વરાજ આશ્રમ પ્રમુખશ્રી ભીખાભાઈ પટેલ, માનદમંત્રી નિરંજનાબેન, પ્રાંત અધિકારી રબારી, નાયબ પો.અધિક્ષક રૂપલબેન સોલંકી, મામલતદાર, ચીફ ઓફિસર સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો