બારડોલી તાલુકાના કડોદ પીએચસીને ઉછરેલ ગામે વર્ગફેર કેરલ હોય. પીએચસીનું બાંધકામ 2700 ચોસરમીટરની જગ્યાની જરૂર હોય. એટલી જ જમીન ભામૈયા ગામના ગૌચરમાં નીમ કરવા માટે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવ્યો હોય. જે માટે શુક્રવારના રોજ માપણી કરવા માટે આવેલ અધિકારીઓનો ગ્રામજનોનએ વિરોધ કરી માપણી કરવા દીધી ન હતી.
તબીબી અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદ 11-8-2017ની અરજીથી બારડોલી તાલુકાના ઉછરેલ ગામે બ્લોક નં 98 ક્ષેત્રફળ હે.5-60-49 ચોમી પૈકી 2500 ચો.મીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કડોદના બાંધકામ માટે વર્ગફેર કરવા વિનંતી કરી હતી. પરંતુ માંગણીવાળી જમીનનું સ્થળે માપણી કરતાં ક્ષેત્રફળ 2700 ચોમી જમીન પર બાંધકામ માટે જરૂર હોય.
જેથી માંગણીવાળી જમીનના બદલામાં બારડોલી તાલુકાના ભામૈયા ગામે આવેલી ગૌચરની જમીનમાં બ્લોક નં 82, ક્ષેત્રફળ હે. 2-72-15 ચોમી પૈકી 2700 ચો.મી.નીમ કરવાનો ઓર્ડર જિલ્લા કલેક્ટરમાં થયો હતો, જે માટે બારડોલી મામલતદાર ઓફિસના અધિકારીઓ માપણી કરવા માટે ભામૈયા ગામે આવ્યા હતા.
આ વાતની જાણ થતાં ગ્રામજનોએ જમીન નીમ કરવાનો વિરોધ કર્યો હતો અને અધિકારીઓને માપણી કરવા દીધી ન હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર પહેલાથી જ અમારા ગૌચરમાં માણેકપોરની જમીન નીમ કરેલ છે. વધુ જગ્યા નીમ કરવામાં આવે તો અમારી ગૌચરની પૂરતી જગ્યા રહેશે નહીં. જે વિરોધ કરી માપણી કરવા દીધી ન હતી.
પીએચસીનો નહીં પણ અન્ય ગામને જમીન નીમ કરવાનો વિરોધ: સ્થાનિકો
ભામૈયા ગ્રામજનોના જણાવ્યા અનુસાર અમારા ગામમાં પીએચસી શરૂ કરવા માટે અમો સંપૂર્ણ જમીન આપવા તૈયાર છીએ, પરંતુ બીજા ગામને અમારા ગૌચરની જમીન નીમ કરવા દઈએ નહીં.
જગ્યા રોડ ટચની હોય તો PHC માટે ઉત્તમ
જે સ્થળે પીએચસીનું બાંધકામ થવા જઇ રહ્યું તે જગ્યા અવાવરૂ હોવાથી જવા માટે પણ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે તેમ હોય. જો આ પીએચસી રોડને અડીને બનાવવામાં આવે તો અન્ય ગામના લોકો પણ સરળતાથી તેનો લાભ લઈ શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.