તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:તરકાણીના જુગારધામ પર વિજિલન્સનો છાપો: 10 જુગારિયા, 35 બાઇક ઝડપાઇ

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઠેર ઠેરથી લોકો અહીં વરલી મટકાનો જુગાર રમવા માટે આવતા હતા

મહુવા તાલુકાનાં તરકાણી ગામે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો મારી મોટી સંખ્યામાં જુગારીયાઓ ઝડપી પાડતા સ્થાનિક પોલીસ ઊંઘતા ઝડપાઇ હતી. મહુવા પોલીસના નાક નીચે ચાલી રહેલ જુગારધામ પર બહારની પોલીસે છાપો મારતા મહુવા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.

મહુવાનાં તરકાણી ગામે છેલ્લા ઘણા સમયથી વરલી મટકાનો જુગારધામ ધામી રહ્યો છે. જુગાર રમવા માટે સ્થાનિકો સિવાય બહારથી પણ લોકો આવતા હોવાની જાણ સ્ટેટ મોનિટરિંગ સેલને થતાં શુક્રવારે બપોરના સમયે તરકાણી ગામે જુગારધામ પર છાપો મારતા સ્થળ પરથી 35થી વધુ મોટરસાયકલ તેમજ 10 થી વધુ જુગારીયાઓ ને ઝડપી પોલીસે આગળની કાર્યવાહી કરી હોવાનું જાણવા મળેલ છે.

મોડી સાંજ સુધી પોલીસ કાર્યવાહી ચાલુ રહેતા પોલીસ દ્વારા કેટલા રૂપિયા રોકડ અને કેટલા રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે, તે વિગત જાણી શકાઈ નથી. જોકે આટલા મોટા પાયે જુગાર ધામ ધમધમતું હોય અને સ્થાનીક પોલીસ આ વાતથી અજાણ હોય એ વાત કોઈના ગળે ઉતરે એમ નથી. મહુવા પોલીસની કામગીરી સામે હાલતો અનેક અટકળો ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો