શાકભાજીની આવક ઘટી:વરસાદના લીધે શાકભાજીના છોડ નબળા પડ્યાં, ઉત્પાદન 10થી 20 % જ

કડોદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં વરસાદને કારણે શાકભાજીની આવક ઘટી, ભાવ 50 ટકાથી વધુ વધ્યા
  • ​​​​​​​વરસાદને કારણે માંડવાવાળા શાકભાજીના માંડવા પડી ગયા

સુરત જિલ્લામાં છેલ્લા 10 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનજીવ પ્રભાવિત થયું છે તેની સાથે સાથે ખેતીને પણ ઘણું નુકસાન થયું છે. જેમાં શાકભાજીના પાક નષ્ટ થવાને આરે આવી ગયો છે. શાકભાજીના પાકો ઉતાર માત્ર 10થી 20 થઈ ગયો છે. જેના કારણે શાકભાજીની માર્કેટમાં આવક ઓછી થઈ જવાથી ભાવ વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

મેઘરાજા સુરત જિલ્લામાં વધુ મહેરબાન થયા છે. છેલ્લા 10 દિવશથી જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જિલ્લાની નદીઓ બંને કાંઠે વહેતી થવા સાથે સાથે નદી નાળા છલકાય ગયા છે. તો કેટલાકી જગ્યા ખેતરમાં પાણી ભરાવાથી પાકને મોટું નુકસાન થયું છે. જમીનનું ધોવાણ થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન શાકભાજીના પાકને થયું છે. જિલ્લામાં હાલ મહત્તમ શાકભાજીના પાકોમાં રિંગણ, પરવળ, દૂધ, ચોરી, કારેલા, ટીંડોળા, પાપડી, ટામેટાનું વાવેતર કરેલું હોય છે. વધુ વરસાદને કારણે માંડવાવાળા શાકભાજીના માંડવા પડી ગયા છે.

વધુ પડતાં વરસાદને કારણે પાકની વૃદ્ધી અટકી છે સાથે સાથે ઉત્પાદનમાં પણ ઘણું ઓછું થયું છે. છેલ્લા દશ દિવસથી સૂર્ય પ્રકાશન ન પડતાં છોડની વૃદ્ધી અટકી છે. છોડ સૂર્યપ્રકારના અભાવથી પૂરતો ખોરાક ન બનાવી શકતાં છોડ નબળો થઈ રહ્યો છે. વધુ પડતા પાણીને કારણે છોડના ફળ અને ફૂલ અને પાન પર અસર થતાં શાકભાજીની ખેતી નષ્ટ થવાને આરે આવી ગઈ છે. પાકનું ઉત્પાદન ઓછુ થતાં માર્કેટમાં શાકબાજીની અછત વર્તાઈ રહી છે.

છાંટી શકાય તેવા ખાતરનો ઉપયોગ કરવો
શાકભાજીના પાકને વરસાદને કારણે ઘણું નુકસાન થયું છે. છેલ્લા ઘણા દિવસોથી પડતાં વરસાદને કારણે છોડની વૃદ્ધિ થતી નથી અને નબળો પડવા માડે છે. જેથી પાકનું ઉત્પાદન માત્ર 10થી 20 ટકા થઈ જાય છે. વરસાદ બંધ થાય ત્યારબાદ ખેડૂત મિત્રોએ છાંટી શકાય તેવા ખાતરનો ઉપયોગ કરવો જેથી પાન ખાતરને શોષીને છોડને સક્ષમ બનાવે. > સુમંતરાય પટેલ, ખેતી વૈજ્ઞાનિક

શાકભાજીનો ઉતાર માત્ર 10થી 20 ટકા થઇ ગયો
બારડોલી તાલુકામાં મોટા પ્રામમાં શાકભાજીની ખેતી કરવામાં આવે છે. જે વધુ વરસાદને કારણે નષ્ટ થવાને આરે છે. માંડવા વાળા શાકભાજીના માંડવા જમીનદોસ્ત થઈ ગયા છે. ઘણું નુુકસાન થયું છે. તેમજ શાકભાજીનો ઉતાર માત્ર 10થી 20 ટકા થઈ ગયું છે. ભીંડાના પાકને ઓછી અસર થાય છે, પરંતુ તેના ઉત્પાદન પર અસર પડે છે. > હેમાશુંભાઈ પટેલ, ખેડૂત, કડોદ

વધુ વરસાદ પડવાને કારણે માલ ઓછો આવી રહ્યો છે
ભારે વરસાદને કારણે શાકભાજીની આવક ઓછી થઈ છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ વધુ વરસાદ પડવાને કારણે માલ ઓછો આવી રહ્યો છે. તમામ શાકભાજી 50થી 80 ટકા ભાવનો વધારો નોંધાયો છે. જો વરસાદ હજુ થોડા દિવસ પડશે તો વધુ મુશ્કેલી પડશે. > શિવરામભાઈ, શાકભાજી વિક્રેતા

અન્ય સમાચારો પણ છે...