તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉજવણી:બારડોલીમાં રામ જન્મભૂમિ મંદિરના નિર્માણના પ્રસંગને યાદગાર બનાવવા વિવિધ તૈયારીઓ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગૌરવપથ પર કેસરી ધજાઓ લગાવી રામમંદિર નિર્માણના અવસરની તૈયારીઓ - Divya Bhaskar
ગૌરવપથ પર કેસરી ધજાઓ લગાવી રામમંદિર નિર્માણના અવસરની તૈયારીઓ
  • રામરથ બનાવી નગરમાં ફેરવાશે, જલારામ મંદિરે ભારતનો નકશો બનાવી આરતી કરાશે

બુધવારે અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરનું ભૂમિપૂજન થનાર છે, ત્યારે બારડોલીમાં વિશ્વ હિન્દુ પરિસદ અને બજરંગદળના પદાધિકારીઓએ ઉજવણી માટે તૈયારીઓ શરૂ કરી છે. નગરના મુખ્ય માર્ગ પર કેસરી ધજાઓ તેમજ બેનરો લગાવ્યા છે, જ્યારે બુધવારે સવારથી ઉજવણીની તૈયારીઓ કરી છે. નગરના મંદિરોને લાઈટિંગથી સજ્જ કરવામાં આવ્યા છે.

કાર સેવામાં ગયેલા લોકોના નામનું બેનર જલારામ મંદિર પાસે મુકવામાં આવશે
બારડોલીમાં સુરત જિલ્લા વિશ્વ હિન્દુ પરિસદ અને બજરંગદળના પદાધિકારીઓ અને કાર્યકરોમાં રામ જન્મભૂમિ મંદિરનું નિર્માણની અવસરને યાદગાર બનાવવા તૈયારીઓ શરૂ કરી હતી. જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી વિપુલભાઈ પારેખના જણાવ્યા મુજબ મંગળવારે સવારથી જ તૈયારીઓ શરૂ કરી હતી. જેમાં મુખ્યમાર્ગ પર કેસરી ધજાઓ લગાવી છે, જ્યારે કાર સેવામાં ગયેલા લોકોના નામનું બેનર જલારામ મંદિર પાસે મુકવામાં આવશે.

વિવિધ કાર્યક્રમ કરવા અંગે સોશિયલ મીડિયા થકી જણાવી રહ્યા છે
બુધવાર સવારથી ટેમ્પાને રામરથ બનાવી નગરમાં ફેરવામાં આવશે. જેમાં ભજન અને રામધૂન ચાલશે. જેમાં કોવિડ 19ને ધ્યાનમાં રાખી સલામતી રૂપે માત્ર 3 સભ્યને રાખવામાં આવશે. રામજી મંદિર, જલારામ મંદિર, ગોવિંદશ્રમનું અંબિકાનિકેતન મંદિરને લાઈટ મૂકી રોશની કરવામાં આવશે. બપોરના 12:15 વાગ્યે જલારામ મંદિર સામે ભારતમાતાનો નકશો બનાવી આરતી કરવામાં આવશે. જ્યારે સ્વામિનારાયણ મંદિરમાં આરતી કરનાર હોવાનું જણાવ્યું હતું. અન્ય નગરના સંગઠનો પણ રામ મંદિરના નિર્માણ પ્રસંગે ઘરમાં દીવો પ્રગટાવવા સાથે વિવિધ કાર્યક્રમ કરવા અંગે સોશિયલ મીડિયા થકી જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...