ભાસ્કર વિશેષ:માતા-પિતાએ ભણવા અંગે ઠપકો આપતાં વડોદરાની તરૂણી મોપેડ પર સુરત જતી રહી

બારડોલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામરેજ પોલીસે તરૂણીની પૂછપરછ કરતાં રહસ્ય ખૂલ્યંુ
  • ​​​​​​ હાઇવે પર ઊભેલી કિશોરી જોઇ પોલીસને શંકા ગઇ હતી

વડોદરા ખાતે રહેતી સગીરાને તેના માતા પિતાએ ભણવા બાબતે ઠપકો આપતાં તેણીને માઠું લાગી આવ્યું હતું. જેને લઇ સગીરા પોતાનું મોપેડ લઈને જતી ઘર છોડી જતી રહી હતી. તરૂણીના માતા-પિતા દ્વારા જે અંગેની જાણ વડોદરા પોલીસને કરવામાં આવી હતી. જેને પગલે પોલીસે આ અંગે મેસેજ અન્ય પોલીસ સ્ટેશનોમાં મોકલી તેમને સતર્ક કર્યા હતા. કામરેજ પોલીસે તરૂણીને અટકાવી પૂછપરછ કરી પરિવારને સોંપી હતી.

ઘટના અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ વડોદરાની 17 વર્ષની ઉંમરની કિશોરીને તેનાં માતા પિતાએ ભણવા બાબતે ઠપકો આપતા તેને માઠું લાગી આવ્યું હતું. અને ગુસ્સે ભરાયેલી કિશોરી તેનું એક્ટીવા લઇનેે ઘરમાંં કોઇનેે કહ્યા વગર નીકળી ગઇ હતી. જે અંગે કિશોરીના માતા પિતાએ વડોદરાના મક્તમપુરા પોલીસ મથકમાંં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પોલીસ તુરંત હરકતમાં આવી હતી. અને આ બાબતે મેસેજ વહેતો કરી અન્ય પોલીસ મથકને પણ આ અંગે સતર્ક કર્યા હતા.

જે બાદ બુધવારે સવારે સાડાંનવેક વાગે કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી આ દરમિયાન પીપોદરા રોડની બાજુમાં અમદાવાદથી મુંબઇ જતા રોડ પર એક યુવતિ એક્ટીવા લઇને ઉભેલી નજરે પડી હતી. પોલીસને તેની પર શંકા જતા પુછપરછ હાથ ધરી હતી. જે દરમિયાન આ યુવતી વડોદરાની હોવાની વિગત જાણવા મળી હતી. જેને લઇ કામરેજ પોલીસે યુવતીનાં માં બાપનો સંપર્ક કરી તેમને કામરેજ પોલીસ મથકે બોલાવી જીયાનો કબજો સોપ્યો હતો. આમ વડોદરાથી ગુમ થયેલી યુવતીને ગણતરીનાં કલાકોમાં પોલીસે શોધી તેના માતા પિતાને પરત સોંપી હતી. જેને પગલે કિશોરીના માતા-પિતાએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...