રોષ:પડતર પ્રશ્નો ન ઉકેલાતાં ST વર્કરોએ કાળી પટ્ટી પહેરી

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બારડોલી ડેપોના કર્મચારીઓ આંદોલનમાં જોડાઈ કાળી પટ્ટી ધારણ કરી. - Divya Bhaskar
બારડોલી ડેપોના કર્મચારીઓ આંદોલનમાં જોડાઈ કાળી પટ્ટી ધારણ કરી.
  • તા. 22 સુધીમાં નિકાલ ન આવે તો માસ CLની ચીમકી

એસટી વિભાગના કર્મચારીઓની વર્ષો જૂની માંગણી ન સંતોષાતા કર્મચારીઓ આંદોલન પર ઉતાર્યા છે, જેમાં બારડોલી એસટી વિભાગના કર્મચારીઓ પણ જોડાયા છે. આંદોલનના શરૂઆત 16 તારીખથી કરવામાં આવી જેમાં પહેલે દિવસે એસટીના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર હાજર રહ્યા હતા. એસટી વિભાગના કર્મચારીઓએ પોતાની માંગ ન સંતોષાતા તબક્કાવાર આંદોલનની જાહેરાત કરી છે. જેમાં 16 સપ્ટેમ્બરથી ત્રણ દિવસ માટે કર્મચારીઓ કાળી પટ્ટી શરણ કરી ફરજ પર હાજર રહેશે. 20 સપ્ટેમ્બરના રોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપશે.

21 અને 22 સપ્ટેમ્બરના રોજ નિગમના તમામ કર્મચારીઑ રિશેષ સમય દરમિયા સ્વયંભૂ રીતે જોડાઈ નિગમ પરિષરની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ બતાવશે અને જો માંગણી ન સંતોષાઈ તો 23 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદત માટે તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સીએલ પર ઉતારી જવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

તાપીમાં પણ એસટીના 340 કર્મચારીએ 20 જેટલા પડતર પ્રશ્નોના ઉકેલની માંગ કરી
વ્યારા | એસટી નિગમ ના વિવિધ યુનિયન દ્વારા 20 જેટલા પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી રહ્યા છે, જે અંતર્ગત રાજયના એસટી નિગમના કર્મચારી સાથે તાપી જિલ્લામાં એસટી નિગમના 340 જેટલા કર્મચારીઓ દ્વારા ન્યાયની લડતના આંદોલનના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી શાંતિપૂર્વક રીતે ફરજ બજાવી હતી.

એસટી નિગમના કર્મચારીઓની ગત 2018-2019માં વધેલી મોંઘવારી ભથ્થાની ચૂકવણી એલિયર્સ સાથે ચૂકવવી સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-4 ના કર્મચારીઓને 2018-19 અને 1920નું બોનસ ચૂકવવાનું સહિત વિવિધ જેટલા 20 પ્રશ્નોના ઉકેલો નહીં આવતા એસટી નિગમના કર્મચારીઓના ત્રણ યુનિયનની સંકલન સમિતિએ લડતના ભાગરૂપે ચળવળ ચાલુ કરી હતી.

જેમાં ગુરૂવારના રોજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી ફરજ બજાવવાનો નક્કી કરાયું હતું. જે અંતર્ગત તાપી જિલ્લામાં પણ એસટી નિગમમાં ફરજ બજાવતા અંદાજિત 340 જેટલા કર્મચારીઓ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજમાં જોડાયા હતા. અને સત્વરે પોતાના પેન્ડિંગ પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...