નિમણૂંક:ઉમરપાડા ખેતીવાડી બજાર સમિતિના ચેરમેન બિનહરીફ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં નવા ચેરમેનની નિમણૂંક કરાઇ

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉમરપાડાની ચૂંટણી અગાઉ 2019 માં થઇ હતી તેની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં 1965 ના કાનૂન 33 (1) તથા 33 (2) હેઠળ મળેલ સત્તાની રૂએ ચેરમેનની ચૂંટણી કરવા માટે ચૂંટાયેલ ડિરેક્ટરોની બેઠક પૂવિન પટેલ, જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ સુરતના અધ્યક્ષ સ્થાને આજરોજ મળી હતી. એ પી એમ. સી. ઉમરપાડાના ચેરમેન પદ માટે શામસિંગભાઈ પોનભાઇ વસાવાના નામની દરખાસ્ત ફુલસિંગભાઈ હિરજીભાઇ વસાવા દ્વારા કરવામાં આવી હતી.

આ દરખાસ્તને નટવરભાઇ સોમાભાઇ વસાવા દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. અન્ય ચેરમેનપદ માટે બીજી કોઈ દરખાસ્ત ન આવતા એ.પી.એમ.સી. ઉમરપાડાનાં ચેરમેન તરીકે શામસિંગભાઈ પોહનભાઇ વસાવાને બિનહરીફ ચુંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. એ.પી.એમ.સી.નાં ડિરેક્ટરો દ્વારા પુષ્પગુચ્છ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...