મેઘાની રિએન્ટ્રી:સુરત જિલ્લામાં સાર્વત્રિક મહેર, પલસાણામાં 2 ઇંચ, ઉકળાટથી રાહત

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લાંબા વિરામ બાદ વરસાદ વરસતાં ધરતીપુત્રો ગેલમાં

સુરત જિલ્લામાં  તમામ તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાવી દેતા ખેડૂતો ખુશ થયા હતા. બીજી તરફ જિલ્લાવાસીઓ અને અસહ્ય ઉકળાટથી છુટકારો મળી ગયો હતો. સૌથી વધુ પલસાણા તાલુકામાં 49 મિમી વરસાદ જ્યારે ઓછો માંગરોળમાં 21 મીમી વરસાદ નોંધાયો હતો.  જિલ્લામાં આવેલા વરસાદને કારણે ખેડૂતોમાં પણ ઉત્સાહ આવી ગયો હતો  બારડોલી નગરમાં પણ સવારથી જ વાદળ  છાયા વાતાવરણને કારણે હળવા ભારે વરસાદના ઝાપટાં નોંધાયાં કરતા નગરમાં ઠંડક પ્રસરી ગઇ હતી. રવિવારના રોજ દિવસભર  વરસાદ કારણે  નગરજનો ઘરમાં જ બેસી રહેવું પડ્યું હતું .

સવારે 6થી રાત્રે 8 સુધીનો વરસાદ

બારડોલી 37 મી.મી કામરેજ 25 મીમી મહુવા 35 મી.મી માંડવી 22 મિ.મી માંગરોળ 21 મિ.મી ઓલપાડમાં 21 મિ.મી પલસાણામાં 49 મિમી ઉમરપાડા 26 મિ.મી વરસાદ નોંધાયો હતો.

મહુવા તાલુકામાં વૃક્ષો ધરાશયી, વીજળી ગૂલ

મહુવા તાલુકાના ગામોમા શનિવારના રોજ બપોર બાદ ભારે પવન સાથે ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો ત્યારબાદ રવિવારે સવારથી મેઘરાજા તોફાને ચડ્યા હોઈ તેમ ધોધમાર વરસાદ વર્ષવાનો શરૂ થઈ ગયો હતો.ભારે પવન સાથે વરસાદ વર્ષતા જ વાતાવરણમા શીત લહેર ફેલાઈ ગઈ હતી. ઉપરાંત નાનામોટા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા અને ભારે પવનને લઈ વીજળી પણ ડુલ થઈ ગઈ હતી.વરસાદ જોઈ ખેડૂતો આનંદિત થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...