રાજ્યની વિધાનસભાની ચૂંટણીને પગલે બારડોલી વિધાનસભાના ભાજપના ઉમેદવાર માટે કેન્દ્રના કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકોરની જાહેરસભાનું આયોજન કરાયું હતું. અનુરાગ ઠાકુરે બારડોલી વિધાનસભા માટે ઈશ્વર પરમારનો પ્રચાર કર્યો હતો. સાથે જ જાહેર સભામાં કોંગ્રેસ ઉપર શાબ્દિક પ્રહારો કર્યા હતા.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના મતદાનને લઈને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકીય પક્ષોએ પોતાનાં પ્રચારને વેગ આપ્યો છે. આજે વહેલી સવારથી કેન્દ્રના નેતાઓ સુરત જિલ્લાના વિવિધ વિધાનસભા બેઠકો ઉપર સભા ગજવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાની મહત્વની ગણાતી બારડોલી વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઈશ્વર પરમારના સમર્થન માટે આજે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલીના લોટસ મેદાન પર જાહેર સભાનું આયોજન કરાયય હતું.
જાહેર સભામાં કેન્દ્રના યુવા અને રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ જાહેર સભાને અનુરાગ ઠાકુરે સંબોધી હતી. જેમાં તેમણે કોંગ્રેસને દેશ વિરોધી પાર્ટી ગણાવીને શાબ્દિક પ્રહારો કર્યા હતા. સાથે જ આવનારી 2024ની લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની ચૂંટણી અને ગુજરાતની ચૂંટણીના પરિણામો મહત્વના હોવાનું પણ તેમણે સૂચક નિવેદન કર્યું હતું. ખાસ જમ્મુ કાશ્મીરનો મુદ્દો અને મોદી સરકાર દ્વારા કોરોના કાળ દરમિયાન ફ્રી વેક્સીનેશન અને જે તે સમયે ગરીબ પરિવારોને મફત આપવામાં આવેલ અનાજનાં મુદ્દે અનુરાગ ઠાકુરે સભા ગજવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.