તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:વિવેકાધિન જોગવાઈ હેઠળ માંડવીમાં 34 લાખના ખર્ચે 28 કામો મંજૂર થયાં

બારડોલી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 રસ્તા, ગટરલાઈન, બોર સહિતના વિકાસકામો મંજૂર

જિલ્લા આયોજન મંડળ હેઠળ 15 ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ ટી.એ.એસ.પી. અંતર્ગત માંડવી તાલુકામાં 34 લાખના ખર્ચે 28 જેટલા રસ્તા, ગટરલાઈન, બોર સહિતના વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં રૂા.60-60 હજારના ખર્ચે બૌધાન, પુના, રખસખડી, ઘંટોલી ગામે બોર વિથ હેન્ડપંપના કામો સાકારિત થશે. જયારે સરકુઈ ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે પેવરબ્લોક, કાકરાપાર અને બડતલ ગામે રૂા.ત્રણ-ત્રણ લાખના ખર્ચે ડામર તથા સી.સી.રસ્તાના કામો મંજૂર કરાયા છે.

ગોડધા ગામે દૂધ ડેરીથી લિબરવાડી ફળીયા સુધી રૂા.1.90 લાખના ખર્ચે ડામર રોડ, સરકુઈ ગામે રૂા.ત્રણ લાખના ખર્ચે પેવર બ્લોકનું કામ, રૂા.ત્રણ-ત્રણ લાખના ખર્ચે બડતલ ગામે ડામર તથા કાકરાપાર ગામે બગલાટોઈ ફળીયામાં સી.સી. રોડ બનશે.2.50 લાખના ખર્ચે કલમકુવા ગાંધી વડથી પ્રતાપભાઈના ઘર સુધી ડામર રોડ, વરેઠ ભાતભાઈ ફળીયામાં રૂા.1.50 લાખના ખર્ચે ડામર રોડ, રૂા.2 લાખના ખર્ચે કામકાપાર ગામે હસમુખભાઈના ઘર પાસે બોર, મોટર ટાંકીનું કામ, ખાત્રાદેવી, ઝરી દઢવાડા, અમલસાડમાં રૂા.70-70 હજારના ખર્ચે બોર, મોટરનું કામ મંજૂર કરાયું છે.

ફળી ગામે પાંચ લાખના ખર્ચે ગામીત ફળીયામાં રસ્તા પર સ્લેબ ડ્રેઈનનું કામ મંજૂર કર્યું છે. સઠવાવ કોળી ફળિયામાં એક લાખના ખર્ચે બોર, મોટર ટાંકીનું કામ નરેણા ખરોલી મુખ્ય રસ્તાથી ભીમસીંગભાઈના ઘર સુધી પેવર બ્લોકના કામો મંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...