પલસાણા તાલુકાના ચલથાણ ખાતે તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી માતા પુત્રીને સોના ચાંદીના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી બે ઠગ દાગીના લઈને રફુચક્કર થયા છે. ચલથાણ તુલસી પાર્ક સોસાયટીમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા ત્યારે બે ઠગિયાઓએ વાસણ તેમજ સોના ચાંદીના દાગીના ચમકાવવાનો પાવડરની લાલચ આપીને ઘરમાં ઘુસ્યા હતા અને માતા પુત્રીને વાતમાં પાડી એક ડબ્બામાં સોના ચાંદીના દાગીના નાખી એક કલાક પછી ખોલવાનું કહી માતા પુત્રી કઈ સમજે તે પહેલાં બન્ને માતા પુત્રીની નજર ચૂકવી બન્ને ઠગિયાઓ સોનાંના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.
બન્ને ઠગિયાઓ માતા પુત્રીને ઠગવા આવ્યા હતા પરંતુ ભોગ બનનારના જણાવ્યા અનુસાર અડધા દાગીના સોનાના નહિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. બન્ને ઠગ માતા પુત્રીને ઠગીને ભાગી છૂટયા હતા. બન્નેને શોધવા તેમની પાછળ દોડતા બન્ને ઠગિયાઓ પળભરમાં ં રફુચક્કર થઈ ગયા હતા. તો બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બન્ને ગતરોજ સાંજેે રેકી કરતા હોવાનો દાવો કર્યો હતો.
પરંતુ કોઈ ઓફિસર કે અધિકારી હશે તેવું જાણી કોઈએ બન્નેને કોઈ પ્રશ્ન ન કર્યો હતો. જોકે સદનસીબે બન્ને ગઠિયા દ્વારા ધુતવાનો પ્રયાસ તો કર્યો પરંતુ અડધા દાગીના સોનાના હોવાથી બન્ને જ છેતરાયા હતા. વડીલો સાથે ચર્ચા બાદ પોલીસમાં અરજી કરે એવું જાણવા મળ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.