સુરત જિલ્લા LCBની કામગીરી:બે રીઢા આરોપીને ચોરીના બે મોબાઇલ સાથે ઝડપી પાડ્યા; 50 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે કિમ ખાતેથી રીઢો મોબાઇલ ચોર તેમજ તેના સાગરીતને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી 2 ચોરીના મોબાઇલ અને રોકડ મળી 50 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરત જિલ્લા એલ.સી.બી પોલીસ મથકના એ.એસ.આઈ મુકેશ જયદેવભાઈ તથા હે.કો અનિલભાઈ રામજીભાઈનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે, કિમ ચાર રસ્તા ખાતે રહેતો વિજય ઉર્ફે પેટલો જીણાભાઈ રાજપૂત ચોરીના મોબાઇલ ફોન લઈ કિમ તરફ જવાના રોડ ઉપર સાનિધ્ય એપાર્ટમેન્ટ પાસે ઉભેલ છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી હતી અને વિજય ઉર્ફે પેટલો તેમજ તેનો સાગરીત અસલમ સલીમ ઉર્ફે નાઈના મોરી સમાને ઝડપી પાડ્યો હતો. રેડ દરમિયાન પોલીસે બન્ને પાસેથી ચોરીના બે મોબાઇલ કિંમત રૂપિયા 30 હજાર તેમજ અંગ ઝડતીની રોકડ રકમ મળી 50 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...