કાર્યવાહી:રાયમ ગામમાં એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા બે માંડવીમાં પકડાયા

માંડવી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાંતીથૈયામાં એટીએમ તોડી 29 લાખથી વધુની રકમ ચોરી કરી ગયા હતા

માંડવી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાયમમાં એટીએમ તોડવાના પ્રયાસ કરનારા બેને પકડી પાડ્યા હતા. આ ગાઉ તેમણે તાંતીથૈયાના એટીએમમમાંથી 29 લાખથી વધુની ચોરી કરી હતી.

માંડવી ઈન્ચાર્જ પીએસઆઈ પી. ડી. ગોંડલિયા સ્ટાફના માણસ દિનેશભાઈ ગુરજીભાઈ તથા કમલેશભા વિનાયકભાઈ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે ચોરીના આરોપીઓ તરસાડા બાયપાસ રોડ પર આંટા મારતાં હોવાની બાતમી મળતા વોચ ગોઠવી આરોપી લાલસિંગભાઈ મોતીલાલ દોહરે (24) (મૂળ રહે. પૂર્વ ગામ તા. અયાના યુપી હાલ. તરસાડા, ટેકરી ફળિયા તા. માંડવી) જ્યારે બીજો આરોપી તરૂણભાઈ ભરતભાઈ હળપતિ (22) ઘરહે. સિંગોદ, વાંદરિયા ફળિયા તા. બારડોલી)ને આબાદ ઝડપી પાડ્યા હતો.પોલીસની પૂછતાછમાં આરોપીઓ ચાર ચોરીના ગુના કબૂલ્યા હતાં.

ઝડપાયેલા બંને આરોપીઓને મહારાષ્ટ્ર તથા હરિયાણાના સાગરિતો સાથે સંપર્ક
માંડવી પોલીસના હાથે ઝડપાયેલા બંને મહારાષ્ટ્ર તથા હરિયાણાના સહઆરોપીઓએ મહારાષ્ટ્રના નાશિક ચાંદવડ પો. સ્ટે વિસ્તારમાંથી ચોરી કરી મહિન્દ્રા મેક્સ (MH-17AG-1821)માં એટીએમ કાપવાના સાધનો લઈ દોઢેક મહિના પહેલા કડોદરા પો. સ્ટેમાં તાંતીથૈયા ખાતે એટીએમ તોડી રોકડા 29,28,000 ની ચોરી કરેલ તેમજ અગિયારેક દિવસ પહેલા બારડોલીના રાયમ ગામે પણ એટીએમમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સાયરન વાગી જતા ભાગી છૂટ્યા હતાં.

ગુનામાં વપરાયેલી મેક્સ કબજે લેવાય
રાયમગામ ખાતે આવેલ એટીએમ ગેસ કટરથી તોડી ચોરી કરવાનો પ્રયત્ન કરતા સાયરન વાગતા ચોરી કરવા આવેલા પકડાયેલા આરોપી તથા અન્ય 6 ઈસમો મહીન્દ્રા ગાડીમાં ગેસ કટર તથા એટીએમ કાપવાના સાધનો લઇ નાસી ગયા હતાં. મેક્સને માંડવી તાલુકાના રતનીયા ગામેથી અવારુ જગ્યા પર સંતાડી દીધી હતી. જેને માંડવી પોલોસે પૂછતાછ દરમિયાન કબજે લીધેલ છે.

રેકી કરી અન્ય તસ્કરોને બોલાવતા હતા
આ કામના પકડાયેલા આરોપીઓ બાઇક ઉપર સિક્યુરિટી વગરના એટીએમની રેકી કરતા હતાં. ત્યારબાદ એટીએમ નક્કી કરી મહારાષ્ટ્ર તથા હરિયાણાથી અન્ય તસ્કરોને બોલાવી ચોરીને અંજામ આપતાં હતાં. તેમજ આજુબાજુના ગામોથી બાઈકની ઉઠાતરી કરતાં હતાં.

કબજે કરેલ મુદ્દામાલ

  • મહીન્દ્રા ગાડી મેક્ષ MH 17 AG 1821 ની આશરે કિમત 4 લાખ
  • ઓક્સિજન બાટલાની કિંમત 5000
  • ગેસના બોટલની કિંમત 1000
  • ગેસ કટરની આશરે કિંમત 2500
  • ગુનામા વપરાયેલ મો.સા. નંબર વગરની કિંમત 50 હજાર
  • આરોપી લાલસીંગની અંગઝડતી કરતા તેની પાસેથી એક મોબાઇલ કિંમત 10 હજાર
  • આરોપી તરૂણ હળપતીની અંગઝડતી કરતા તેની પાસેથી એક મોબાઇલ, કિંમત 8000
અન્ય સમાચારો પણ છે...