દુર્ઘટના:લગ્ન પ્રસંગમાંથી પરત ફરતા બે મિત્રોની બાઇકને વાહને ટક્કર મારતાં બંનેના મોત

માંડવી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હરિપુરાના યુવકોને ઝાંખલા પાટિયા નજીક નડ્યો ગોઝારો અકસ્માત

માંડવી કડોદ રોડ પરથી પસાર થતાં બાઈક સવારોને ઝાંખલા આગળ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા બંનેનું મોત થયું હતું. બારડોલીના હરિપુરા ગામના રહીશ સુમીત વિનોદભાઈ ગામીત (32)કે જેઓ કોસમાડી ગામે સિક્યુરીટીમાં નોકરી કરતાં હોય. સુમીતના માસીભાઈ અનિકેતભાઈ નટુભાઈ ચૌધરી (22) (રહે. કેવડીયા) કે જેઓ હાલ કેટલાક સમયથી હરિપુરા જ રહેતા હતાં.

ઘટનાના દિવસે બંને મિત્રો બાઇક (GJ-19AP-2600) લઈને માંડવીના બૌધાનિયા દરવાજા ખાતે સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવ્યા હતાં. જ્યાંથી પરત ફરતી વેળા ઝાંખલા ગામના પાટિયાથી આગળ કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લઈ લીધા હતાં, બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી બંને યુવાનોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...