વડા પ્રધાનને જન્મ દિવસની અનોખી ભેટ:બારડોલીના બે બાળકો વડનગરથી 950 કિમિનું અંતર કાપી દિલ્હી વેવબોર્ડ પર સ્કેટિંગ કરી શુભકામનાઓ આપશે

બારડોલી20 દિવસ પહેલા

સુરત જિલ્લાના બારડોલી ખાતે બે બાળકો વેવબોર્ડ પર સ્કેટિંગ કરી દિલ્હી જવા નીકળ્યા છે અને દિલ્હી ખાતે પહોંચી 17 મીના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળનાર છે. બંને બાળકો વડનગરથી નીકળી 10 દિવસમાં દિલ્હી વેવબોર્ડ પર સ્કેટિંગ કરી પોહચનાર છે. જેને આજે સ્થાનિક ધારાસભ્યએ સવરાજ આશ્રમ ખાતેથી પ્રસ્થાન કરાવ્યું હતું.

સરદાર પટેલની કર્મભૂમિ અને સાહસી પ્રવૃત્તિ માટે જાણીતા સુરત જિલ્લાના બારડોલી ખાતેનાં બે બાળકો ફરી નવીન સાહસ ખેડવા જઈ રહ્યા છે. બારડોલીના ઠાકર પરિવારના બંને બાળકો 12 વર્ષનો રુદ્રાક્ષ અને 9 વર્ષનો રિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની અનોખી ભેટ આપનાર છે. આમ તો બાળકના પિતા સાગર ઠાકર પણ સાહસિક છે. જેથી બાળકો પણ પ્રેરાઈ ને સાહસ ખેડવાનું નક્કી કર્યું છે. વડનગરથી તેઓ 950 કિમિનું અંતર 10 દિવસમાં કાપી વેવબોર્ડ પર સ્કેટિંગ કરીને દિલ્હી પોહચનાર છે.

જેનું આજે બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમાર અને સાંસદ પરભુ વસાવાના હસ્તે તેઓને પ્રસ્થાન કરાવ્યું હતું. બારડોલી ખાતે બંને બાળકોને આજે નવીન સાહસ માટે વડનગર જવા રવાના થયા હતા અને વડનગરથી તેઓ વેવબોર્ડ પર સ્કેટિંગ કરી યાત્રા શરૂઆત કરનાર છે. બાળકોના નવીન સાહસ માટે સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારએ પોતાનો એક મહિનાઓ પગાર બાળકો માટે આપવાની જાહેરાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...