વિધાનસભા ચૂંટણી:માંગરોળમાં વરલી મટકાનો જુગાર રમતા બે પકડાયાં

વ્યારા‎3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી-2022 માટે મતદાન યોજનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ -1948, કારખાના અધિનિયમ- 1948 બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-1996 કોન્ટ્રાક્ટ લેબર એક્ટ- 1970 હેઠળ નોંધણી થયેલ સંખ્યા/સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમજ લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની કલમ- 135(બી) મુજબ નોંધણી થયેલ સંસ્થા / સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સવેતન રજા આપવાની રહેશે. આ જોગવાઈ અનુસાર જાહેર રજા કરવાને કારણે સંબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓન ા પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહીં.

જે શ્રમયોગીઓની ગેરહાજરીથી જોખમ ઊભું થવાના સંજોગો શક્યતા હોય અથવા જે વ્યવસાય અને રોજગાર સાથે સંકળાયેલ હોય તે રોજગારમાં મોટા પ્રમાણમાં નુકસાન થવા સંભવ હોય તેવા કિસ્સામાં અથવા સતત પ્રક્રિયા વાળા કારખાનામાં કામ કરતાં શ્રમયોગીઓ કર્મચારીઓ તેમના મત આપવાનો અધિકાર ભોગવી શકે તે માટે તેમની ફરજના સમયમાંથી મતદાનના સમયગાળા દરમ્યાન ત્રણ થી ચાર કલાકથી વારા-ફરતી મતદાન માટે સવેતન રજા આપવાની રહેશે.

જો કોઈ કારખાનેદાર માલિક કે નોકરીદાતા ઉપરોક્ત જોગવાઈથી વિરુદ્ધનું વર્તન કરશે તો ઉપરોક્ત કાયદા હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. મતદાનના દિવસે સંબંધિત કોઈ ફરિયાદ હોય તો જિલ્લા નોડલ અધિકારી, શ્રી ડી. એન. શાહ, સરકારી શ્રમ અધિકારી, તાપી, ફોન નં-02656221070, સરકારી શ્રમ અધિકારીની કચેરી, ગ્રાઉન્ડ ફ્લોર, બ્લોક નંબર 12, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા તાપીનો સંપર્ક સાધવા નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઇલેકટર્સ અને સરકારી શ્રમ અધિકારી વ્યારા-તાપીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...