ધરપકડ:પ્રોહીબિશન ગુનામાં અટક કરાયેલ આરોપી પાસે બે બોગસ પાસપોર્ટ મળ્યા

કીમ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોગસ પાસપોર્ટથી મલેશિયા,થાઈલેન્ડ સિંગાપુર તાસ્કેન(રસિયા)મુસાફરી કરી

ઓલપાડ તાલુકાના કીમ પોલીસે અગાઉ કોસંબા હદમાં પ્રોહીબિશન ગુનામાં આરોપીને ટ્રાન્સફર વોરન્ટથી કબજો મેળવી તપાસ કરતા આરોપીના રિમાન્ડ મળતા ખાનગી રાહે તપાસ કરતા તેના પાસે બે બોગસ પાસપોર્ટ હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ આરોપી મહેશ તન્ના ભૂરાવલ (58) ( રહે પોરાવરીમ તા-બારદેઝ નોર્થ ગોવા) તથા સેટેલાઇટ પ્રેરણા તીર્થ (જૈન દેસાસર,અમદાવાદ) નાઓ વિરુદ્ધ 2009 મા ગોધરા ખાતે પ્રોહીબિશનનો ગુનો નોંધાયેલ હોઈ જે ગુનામાં સદર આરોપી મળેલ કે આરોપી દિવાકર નામનો ઈસમ ઉલ્લાસ નગર, મુંબઈ, મહારાષ્ટ્ર પોતે કોઈ અન્ય વ્યક્તિનું નામ સરનામા ઉપર બોગસ પાસપોર્ટ તથા અન્ય આધાર પુરાવાઓ બનાવતા આવેલ હોય.

જેથી આરોપી મહેશ તન્ના ભૂરાવલનાઓએ આરોપી દિવાકરનાઓ સાથે સંપર્ક કરી બન્નેએ એકબીજાની મદદગીરી કરીને આરોપી દીવાકર અને આરોપી મહેશ તન્ના ભૂરાવલના ફોટાવાળો અન્ય વ્યક્તિ તરીકે ઠક્કર સુરેશભાઇ બાબુલાલ (રહે, 108 બી,લોખંડ વાલા કોમ્પલેક્ષ, અંધેરી વેસ્ટ મુંબઈ ) ના નામ સરનામાં વાળો બોગસ ભારતીય પાસપોર્ટ બનાવીને આરોપી મહેશ તન્ના ભૂરાવલને આપીને બોગસ પાસપોર્ટ બનાવવા સારું આરોપી મહેશ તન્ના ભૂરાવલનાએ આરોપી દિવાકરને 15 હજાર રૂપિયા આપી પાસપોર્ટ ઉપર પોતાના ફોટા સાથે પોતાનું ખોટું નામ ખરા તરીકે ધારણ કરીને પાસપોર્ટ ખોટો હોઈ અલગઅલગ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રજૂ કરી એ પાસપોર્ટ ઉપર મુસાફરી કરવા અંગેના વિઝા ટીકીટ મેળવીને મલેશિયા,થાઈલેન્ડ સિંગાપુર તાસ્કેન(રસિયા)મુસાફર ી કરીને આરોપીએ એકબીજાની મદદગારીથી, ગુનો કર્યો હતો.કીમ પોલીસે બન્ને આરોપી વિરુદ્ધ ઇપીકો કલમ, 465,467, 468, 471, 114 તથા ધી પાસપોર્ટ એક્ટ 1967 ની કલમ 12(1) બી મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...