તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડર:કામરેજનાં કઠોર ગામથી અઢી વર્ષીય દીપડી પાંજરે પુરાઈ, ચાર ટોરોન્ટ પાવર વિસ્તારમાંથી પકડાયા

નવાગામ10 મહિનો પહેલા
 • કૉપી લિંક

કઠોર ગામની માનસરોવર રેસીડન્સીની પાસે છેલ્લા કેટલાક સમયથી માદા દિપડી દેખાઇ રહી હતી. રેસીડન્સીની દિવાલ દિપડીની મનપસંદ જગ્યા હોય અવારનવાર ત્યાં આવી દિવાલને અડીને બેસતી હોય. જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા  દિપડીને પકડવા માટે  મરઘીનાં મારણ સાથે પાંજરુ મુકવામાં આવ્યું હતું. જેમાં આજ રોજ સવારે દિપડી પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી હતી. વન અધિકારીનાં જણાવયા મુજબ દિપડીનું ઉગ્ર વર્તન જોતા કદાચ ગર્ભસ્થ હોય શકે. જેને માંડવી શીફટ કરવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ છેલ્લા બે મહિનાથી કઠોરના આસપાસનાં વિસ્તારમાંથી આજની સાથે પાંચ દિપડા પકડવામાં આવ્યા છે. જેમાંથી ચાર ટોરોન્ટ પાવર વિસ્તારમાંથી પકડવામાં  આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો