તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:દાખલા સહિત ફોર્મ ભરવા હેલ્પ ડેસ્ક શરૂ કરતું ટ્રસ્ટ

બારડોલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બારડોલી મામલતદાર કચેરીમાં સેવા

બારડોલી મામલતદાર કચેરીએ આવક જાતિના દાખલા માટે હાલ લોકોનો ધસારો રહે છે અને આવક જાતિના કે અન્ય કામ માટે અરજી ફોર્મ ભરવામાં ગામળેથી આવતા લોકોને અગવડ થતાં ધક્કા ખાવા પડતાં હતા જે હાલાકી દૂર કરવા અને લોકોને સહાય રૂપ બનવા માટે માનવ સેવા ગ્રુપ દ્વારા સરાહનીય કાર્ય કરાયું હતું મામલતદાર કચેરી ખાતે આવક જાતિ સહિત વિવિધ સહાયતા ફોર્મ ભરવા માં તકલીફ નિવારણ માટે વિનામૂલ્યે હેલ્પ ડેસ્ક શરૂઆત કરાઈ જિલ્લાના બારડોલી ખાતે માનવ સેવા ગ્રુપ દ્વારા વધુ એક સેવાકીય કાર્ય શરૂઆત કરવામાં આવી હતી. બારડોલી મામલતદાર કચેરી ખાતે હાલ નગર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી વિદ્યાર્થીઓ તેમજ લાભાર્થીઓ ફોર્મ ભરવા અને અરજી માટે મામલતદાર કચેરીએ આવતા હોય છે. માહિતીના અભાવે લોકો અટવાતા હોય છે.

ગામડાના લોકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા
મામલતદાર કચેરી ખાતે ધક્કા ખાઈ અને યોગ્ય ફોર્મ પણ નહીં ભરાતા ગામડાના લોકો પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. જોકે આ હેલ્પ ડેસ્ક શરૂ થવાથી રાહત અનુભવી રહ્યા છે અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરવા અને અરજી માટે આવતા લોકોને ફોર્મ ભરવામાં મદદ કરાઈ રહી છે. > કિશોરભાઈ પાનવાલા, પ્રમુખ, માનવ સેવા ગ્રુપ

અન્ય સમાચારો પણ છે...