બારડોલી કડોદ રોડ પર બેફામ દોડતાં ડમ્પર ચાલકથી વાહનચાલકો માટે ખતરા સમાન છે. મંગળવારના રોજ વહેલી સવારે એક મહાકાય ડમ્પર રેતી ભરીને બારડોલી તરફ આવતું હતું ત્યારે બેફામ હંકરતાં સ્ટેરિંગ પરનો કાબૂ ગૂમાવતાં ડમ્પર રોંગ સાઈડે પલટી મારી ગયું હતું. જોકે, સદ્દનસીબે આ ટ્રેક પર કોઈ વાહન પસાર થતું ન હતું. નહીં તર જાનહાની થવાની શક્યતા રહેલી હતી. આવા ડમ્ફર ચાલકો પર તંત્ર લગામ કસે એ જરૂરી છે. નહીં તો કોઈ મોટો અકસ્માતને અંજામ આપવાની શક્યતા રહેલી છે.
જિલ્લામાં હાલ બે મોટા પ્રેજેક્ટો બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. જેમાં માટી અને રેતી-કપચીની જરૂરિયાત હોવાથી મોટા ડમ્પરો 24 કલાક દોડતા નજરે પડે છે. આવા ડમ્પરો બેફામ અને ગફલત ભરી રીતે હંકારતાં નાના વાહનચાલકો અને ગામમાંથી પસાર થતાં લોકો માટે જોખમી સાબિત થઈ રહ્યાં છે.
મંગળવારે ઝંખવાવથી રેતી ભરી બારડોલી તરફ આવતું ડમ્પર પણદા ગામની સીમમાં રોંગ સાઈડે પલટી મારી ગયું હતું. સદ્દનસીબે કોઈ વાહન પસાર થતું નહતું. નહીં તો જાનહાની થવાની પૂરેપુરી શક્યતા હતી. બેફામ બનીને ચોવીસ કલાક ધમધમતા ડમ્પરચાલકો નાના વાહનચાલકો માટે યમરાજ સમાન બન્યા છે. જો આવા વાહનચાલકો પર તંત્ર દ્વારા લગામ ન કસવામાં આવે તો મોટો અકસ્માતને અંજામ આપવાની શક્યતા રહેલી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.