અકસ્માત:ટ્રકે ઇમરજન્સી બ્રેક મારતાં પાછળ રિક્ષા અથડાઇ - બે મહિલાને ઇજા

કડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોળવા પાટિયા પાસે બાઇક આવતાં ટ્રકચાલકે અચાનક બ્રેક મારી

પલસાણા તાલુકાનાં જોળવા પાટિયા નજીક ગુરુવારે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક બાઇક સવાર આવી જતા ટ્રકનાં ચાલકે બ્રેક મારતા પાછળ ચાલી રહેલ રીક્ષા ટ્રકમાં ભટકાઈ હતી. જે અકસ્માતમાં રિક્ષામાં સવાર બે મહિલાઓને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

માહિતી માહિતી અનુસાર ગુરુવારે સવારના 9 વાગ્યાના અરસામાં બારડોલીથી સુરત નેશનલ હાઇવે જોળવા પાટિયા પાસેથી ટ્રક નંબર GJ-16-AV-8145 પસાર થઈ રહી હતી. જે દરમિયાન ટ્રકની સામે અચાનક એક બાઇક સવાર આવી જતા ટ્રકના ચાલક ભુપેન્દ્ર યાદવે ઇમરજન્સી બ્રેક મારી ટ્રકે બ્રેક મારમતા હતી.જે દરમિયાન ટ્રકની પાછળ ચાલતી રીક્ષા (GJ 05 CT 4973) ના ચાલક બ્રેક મારે તે પહેલાં તો રીક્ષા ધડાકાભેર ટ્રકની પાછળ ભટકાઈ હતી.

જે અકસ્માતમાં રીક્ષાનાં ચાલકનો આબાદ બચાવ થયો હતો.જોળવા પાટિયા નજીક ટ્રકની સામે અચાનક બાઇક સવાર આવી જતા ટ્રકનાં ચાલકે બ્રેક મારતા પાછળ ચાલી રહેલ રીક્ષા ટ્રકમાં ભટકાઈ હતી. જે અકસ્માતમાં જ્યારે રિક્ષામાં સવાર મહિલા સુધા બેન અને મંજુબેનને ઈજાઓ થઇ હતી ત્યારે108ની મદદથી ઇમરજન્સીમાં ચલથાણની સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...