ભાસ્કર વિશેષ:કોસાડી ગામમાં પ્રવેશવાના તમામ રસ્તા ખોદી કાઢતાં લોકોને મુશ્કેલી

કડોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના કોસડી ગામના ખોદી નાંખેલા રસ્તા. - Divya Bhaskar
માંડવી તાલુકાના કોસડી ગામના ખોદી નાંખેલા રસ્તા.
  • રસ્તાના નવીનીકરણ માટે કામ શરૂ કર્યું ને ઘણો સમયે થઈ ગયો, છેલ્લા ઘણા સમયથી કામગીરી બંધ

માંડવી તાલુકાના કોસાડી ગામની દશા બગડી હોય તેમ ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓને ખોદી કાઢી નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી રસ્તાઓનું કામ બંધ છે. આવનારા દિવસોમાં ચોમાસુ માથે છે ત્યારે રસ્તાનું કામ ન થાય તો કોસાડી ગામમાં પ્રવેશ કરવો મુશ્કેલ થઈ જશે.

માંડવી તાલુકાનું કોસાડી ગામે તાપી નદીના કિનારે વસેલુ ગામ છે. ગામને રમણીય તાપી નદીનો કાંઠો મળ્યો છે. કોસાડી ગામમાં પ્રવેશવાના રસ્તાનું નવીનીકરણ કરવાની કામગીરી ઘણા સમય પહેલા શરૂ કરવામાં આવી હતી. જે કામગીરી છેલ્લા ઘણા દિવસોથી બંધ છે. જેના કારણે હાલ માર્ગ ધૂળિયા બની ગયા છે. કોસાડી ગામમાં પ્રવેશ કરવામાં મુશ્કેલી પડી રહી છે. અવાર નવાર રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ મળ્યો નથી.

કોસાડીના મુખ્ય રસ્તા પર ગટરનુ કામ કરી છોડી દેવામાં આવ્યું છે. જેથી રસ્તો ધૂળિયો ખાડા ટેકરા વાળો બની ગયો છે. ઉનથી કોસાડી આવતો રસ્તાનું કામ છેલ્લા ઘણા દિવસોથી અધૂરુ મુકી દેવામાં આવ્યું છે. તેમજ કોસાડીના ભાથીજી મંદિરથી ઉંમરસાડીનો રસ્તો પણ ખોદી કાઢ્યો છે. તેનું કામ બંધ છે. જેના કારણે કોસાડી ગામમાં પ્રવેશ કરવા તકલીફ સહન કરવી પડે છે. રસ્તાનું કામ ઘણા મહિના પહેલા શરૂ કરવામાં આવ્યુ હતું, હાલ કામગીરી બંધ છે. ચોમાસું માથે છે ત્યારે જો રસ્તા જલદી પૂર્ણ ન કરવામાં આવે તો ચોમાસાના સમયમાં ગામમાં પ્રવેશ કરવું મુશ્કેલ બનશે.

કામ પૂર્ણ કરવા રજૂઆત કરી
આવનારા દિવસોમાં કોસી ગામના રસ્તાનું કામ શરૂ થઈ જશે. ચોમાસા પહેલા તમામ રસ્તાઓનું કામ પૂર્ણ કરી દેવા અંગે રજૂઆત પણતંત્રને કરવામાં આવી છે. - અનિલ ચૌધરી, સરપંચ, કોસાડી ગ્રામ પંચાયત

અન્ય સમાચારો પણ છે...