જનજીવનને અસર:ભગવાનપુરા સાંબા કોઝવે પાણીમાં ગરક થતાં મુશ્કેલી

મહુવાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી પર ગાયકવાડી સમયમાં બનાવેલો મધર ઈન્ડિયા ડેમ ફરી પૂર્ણ કળાએ છલકાઈ ઉઠયો હતો.ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતુ જે જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા. - Divya Bhaskar
મહુવા તાલુકાના ઉમરા ગામેથી પસાર થતી અંબિકા નદી પર ગાયકવાડી સમયમાં બનાવેલો મધર ઈન્ડિયા ડેમ ફરી પૂર્ણ કળાએ છલકાઈ ઉઠયો હતો.ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્ય સર્જાયું હતુ જે જોવા મોટી સંખ્યામાં સ્થાનિકો ઉમટી પડ્યા હતા.
  • અનેક વાહનચાલકોએ કામ અર્થે જવા માટે લાંબો ફેરાવો લેવો પડ્યો

મહુવા તાલુકામા અને ઉપરવાસમાં વર્ષેલ ભારે વરસાદના પરિણામે મંગળવારના રોજ મહુવા તાલુકાના ભગવાનપુરા સાંબા ગામને જોડતો કોઝવે પાણીમા ગરક થઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયુ હતુ.કોઝવે પાણીમા ગરક થઈ જતા વાહનચાલકોએ કામ અર્થે જવા માટે લાંબો ફેરાવો લેવો પડ્યો હતો.

મહુવા તાલુકાના ગામોમા અને ઉપરવાસમાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.મેઘરાજાની આ બીજી ધમાકેદાર ઈનિંગને લઈ ઠેર ઠેર જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે પરિણામે વાહનચાલકોએ હાલાકી ભોગવવી પડી હતી. મહુવા તાલુકાના ગામોમાંથી પસાર થતી ઓલણ,અંબિકા,પૂર્ણા અને કાવેરી નદીઓમાં નવા નિરના દર્શન થયા છે. ઓલણ નદીમા સોમવારે પૂરના દર્શન થતાં ભગવાનપુરાથી સાંબા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરક થયો હતો.જેને લઈ વાહનવ્યવહાર થંભી ગયો હતો અને વાહનચાલકો કોઝવે પરથી પાણી ઓસરવાની રાહ જોઈ બેઠા હતા તો ઘણાએ લાંબો ફેરાવો લેવો પડ્યો હતો.

હાઈ લેવલ પુલ માટે અવારનવાર તંત્રનું ઘ્યાન દોર્યું
ભગવાનપુરા સાંબા કોઝવે પાણીમાં ગરક થઈ ગયો હતો જેને લઈ કોઝવે પરથી આવાગમન બંધ થઈ ગયુ હતુ. આ કોઝવેના સ્થાને નવો હાઈ લેવલ પુલ બનાવવા માટે અવારનવાર તંત્રનું ઘ્યાન દોર્યું છે પરંતુ આજદિન સુધી તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. > ધનસુખ પટેલ, સરપંચ, ભગવાનપુરા

અન્ય સમાચારો પણ છે...