તિરંગાના લાઇટિંગ સાથે ડેમનો અદભુત નજારો:કાંકરાપાર ડેમ ઓવરફ્લો થતાં તિરંગાની લાઇટિંગ કરાઈ; કેસરી, સફેદ અને લીલા રંગનું પાણી વહેતું થતાં નયનરમ્ય દૃશ્યો સર્જાયાં

બારડોલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કરવામાં આવી
  • પાણીનું વહેણ પણ વધુ હોવાથી તંત્ર દ્વારા ડેમની નજીક ન જવા માટે લોકોને અપીલ

ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતાં માંડવી તાલુકામાં આવેલો કાંકરાપાર ડેમ છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ રહ્યો છે. ડેમની સપાટીથી 3 મીટર ઉપરથી પાણી વહેતાં હાલ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કાંકરાપાર ડેમ પર કરવામાં આવી છે, જેને પગલે રાત્રિ દરમિયાન નયનરમ્ય દૃશ્યો જોવા મળ્યાં હતાં.

લાઇટિંગ સાથે ડેમનું પાણી વહેતું થતાં કાંકરાપાર સોળે કળાએ ખીલી ઊઠ્યો.
લાઇટિંગ સાથે ડેમનું પાણી વહેતું થતાં કાંકરાપાર સોળે કળાએ ખીલી ઊઠ્યો.

કાંકરાપાર ડેમ ખાતે તિરંગા લાઇટિંગ કરવામાં આવ્યું
દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમમાં સતત પાણીની આવકમાં વધારો થતાં ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી પ્રભાવિત થઈ બન્ને કાંઠે વહેતી થઈ છે. વાત કરીએ માંડવી ખાતે આવેલા કાંકરાપાર ડેમની તો કાંકરાપાર ડેમ પણ પ્રભાવિત થયો છે. છેલ્લા ઘણા દિવસોથી ઓવરફ્લો થઈ મહત્તમ સપાટીના ઉપરથી પાણી વહી રહ્યું છે. હાલ આખો દેશ જ્યારે આઝાદીના 75મા વર્ષની ઉજવણી કરી રહ્યો છે. ત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા કાંકરાપાર ડેમ ખાતે તિરંગાનું લાઇટિંગ કરવામાં આવ્યું છે.

વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કાંકરાપાર ડેમ પર કરવામાં આવી.
વહીવટી તંત્ર દ્વારા તિરંગા કલરની લાઇટિંગ કાંકરાપાર ડેમ પર કરવામાં આવી.

તંત્રની લોકોને ડેમની નજીક ન જવા માટે અપીલ
ડેમના 3 મીટર ઉપરથી વહેતા પાણીમાં કેસરી સફેદ અને લીલા રંગની લાઇટિંગ સાથે રાત્રિ દરમિયાન નયનરમ્ય દૃશ્યો સર્જાયાં હતાં. જોકે હાલ ડેમ ઓવરફ્લો હોવાથી અને પાણીનું વહેણ પણ વધુ હોવાથી તંત્ર દ્વારા ડેમની નજીક ન જવા માટે લોકોને અપીલ કરી છે તેમજ લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો છે. તો બીજી તરફ તિરંગાની લાઇટિંગ સાથે ડેમનું પાણી વહેતું થતાં કાંકરાપાર ડેમ સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો.

ડેમ પર લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો છે.
ડેમ પર લોકોની સુરક્ષા માટે પોલીસ સ્ટાફ પણ તહેનાત કરવામાં આવ્યો છે.