તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:પલસાણા તાલુકાના PSI હનીટ્રેપમાં ફસાયા બાદ બીભત્સ વીડિયો ફરતો થયો; આ ટોળકી ન્યૂડ વીડિયો ચેટના મેસેજો કરતી હોવાનો દાવો

બારડોલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.

બારડોલીના વેપારી ઓનલાઈન હનીટ્રેપનો શિકાર બન્યા બાદ બુધવારે પાલિકાનો સભ્ય અને ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈ સહિત બારડોલીના 2 યુવકનો પણ બીભત્સ વીડિયો વાઇરલ થતાં ઓનલાઈન હનીટ્રેપનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.

બુધવારે ઓનલાઈન હનીટ્રેપનો ભોગ બનેલા બારડોલી પાલિકાના નગરસેવકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે ગુરુવારે પલસાણા તાલુકાના એક પીએસઆઈનો ઓનલાઈન હનીટ્રેપનો બીભત્સ વીડિયો વાઇરલ થયો હતો, ત્યાર બાદ નગરના વધુ 2 યુવકના પણ વીડિયો વાઇરલ થયા હતા.

ગુરુવારે બારડોલીના એક પક્ષના પદાધિકારીને પણ સોશિયલ મીડિયાથી સંપર્ક કરી મેસેજ માટે વ્હોટ્સએપ નંબરની માગણી કરાઈ હતી. અત્યારસુધીમાં ઓનલાઈન હનીટ્રેપમાં ઘણા યુવકો ભોગ બન્યા છે. સામાજિક રીતે બદનામીના ડરે લાખો રૂપિયાના ચુકવણાં આ ચીટર ગેંગને કરી ચૂક્યા છે. ત્યારે જિલ્લાના લોકોએ આવી ચિટર ટોળકીથી બચવાની જરૂર છે. આવા કિસ્સાનો અન્ય શિકાર નહી બને એ માટે પોલીસે કડક તપાસ કરી આ ગેંગનો પર્દાફાશ કરવાની જરૂર છે. બારડોલીમાં ટોળકી યુવકોને નિશાન બનાવી સોશિયલ મીડિયા થકી સંપર્ક કરી ન્યૂડ વીડિયો ચેટ કરવા માટે મેસેજો કરતાં રહે છે.

વીડિયો જૂનો, અધિકારી જિલ્લા બહાર ફરજ પર હતા
બારડોલી વિસ્તારમાં ઓનલાઈન હનીટ્રેપ બાબતે સોશિયલ મીડિયા પર વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, એ બાબતે તપાસ સોંપવામાં આવી છે. ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે અને જિલ્લાના પોલીસ અધિકારીનો જે વીડિયો વાઇરલ થયો છે એ જૂનો છે. એ સમયે અધિકારી જિલ્લા બહાર ફરજ પર હતા. > ઉષા રાડા, જિલ્લા પોલીસ વડા સુરત.

ગઈ કાલે બારડોલીના ભાજપ કાર્યકરનો નગ્ન વીડિયો વાયરલ થયો હતો

ગુરુવારના રોજ બારડોલી નગરપાલિકાના ભાજપી કોર્પોરેટર દક્ષેશ શેઠ સંપૂર્ણ નગ્ન અવસ્થામાં વીડિયો-કોલિંગ પર લલના સામે હસ્તમૈથુન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ચકચાર મચી જવા પામી છે. દક્ષેશ શેઠ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર એકના કોર્પોરેટર છે. વીડિયો વાઇરલ થતાં તાત્કાલિક અસરથી નગરસેવકને સસ્પેન્ડ કરી દેવાયા હતા.

નગરસેવક દક્ષેશ શેઠની ફાઈલ તસવીર
નગરસેવક દક્ષેશ શેઠની ફાઈલ તસવીર

નગરસેવકના વીડિયોએ ચકચાર મચાવીભાન ભૂલેલા નગરસેવકનો વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દેવાયો છે. આ વીડિયો ક્યારે અને ક્યાં ઉતારાયો એ અંગે ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. જોકે સમગ્ર વીડિયોમાં લલના પોતાની ઓળખ છુપાવવા મોઢું છુપાવી રહી છે, જ્યારે નગરસેવકની દરેકેદરેક ચેષ્ટા કેમેરામાં કેદ થઇ ગઇ છે. નગરસેવકના આ વીડિયોએ ભારે ચકચાર મચાવી છે.

અન્ય સમાચારો પણ છે...