બદલાયા:સુરત જિલ્લાના વિવિધ પોલીસ મથકના 12 પોલીસ કર્મીની બદલી

બારડોલી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રાફિક શાખાના 3 કર્મચારી પણ બદલાયા

સુરત જિલ્લા પોલીસ વડાએ જિલ્લાના વિવિધ પોલીસ મથકે અને ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા 12 પોલીસકર્મીઓની બદલી કરી હતી. બદલી પામેલા કર્મચારીઓની યાદી જોઈએ તો પોલીસ અધિક્ષકની કચેરીમાં ફરજ બજાવતા આ.પો.કો દેવેન્દ્રસિંહ કિશોરદાનને ઓલપાડ પોલીસ મથકે મોકલાયા છે. આ.હે.કો ગુલાબભાઇ ગોપાળને ઓલપાડથી ઉમરપાડા, અ.પો.કો હરેશભાઇ ખુમાભાઈને કિમથી ઉમરપાડા, અ.હે.કો નરેશભાઈ શામસિંહને ટ્રાફિકથી ઓલપાડ, અ.પો.કો મેરુ રમેશભાઈને ઉમરપાડાથી કિમ અને  અ.પો.કો જનક કનુભાઈને મહુવાથી પલસાણા પોલીસ મથકે બદલી કરી છે.

ડ્રા.હે.કો જશવંત ભાઇલાલને કિમથી કોસંબા, અ.પો.કો ચંદ્રસિંહ બાબલાને ટ્રાફિકથી માંડવી, ડ્રા.પો.કો દિપક છોટુને પોલીસ મુખ્ય મથકથી કિમ, ડ્રા.પો.કો.વિનોદ ઈશ્વરને ટ્રાફિકથી માંડવી, ડ્રા.પો.કો.દિનેશ યશવન્તને એમ ટી વિભાગથી ટ્રાફિકમાં અને અ.પો.કો શીતલ નટવરભાઈને ઓલપાડ પોલીસ મથકથી પોલીસ અધિક્ષક કચેરીમાં બદલી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...