મૂંઝવણ અનુભવી:બાબેન સ્થિત SNPIT RC, ઉમરાખમાં ડીએસટી અને ગુજકોસ્ટ હેઠળ ટ્રેનિંગ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાબેન સ્થિત એસ એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઉમરાખ ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા ડીએસટી ગુજકોસ્ટ (DST-GUJCOST) સ્પોન્સર્ડ પાંચ દિવસીય શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ (STTP) યોજાયો હતો. મિકેનિકલ એન્જિનિરીંગ ક્ષેત્રે રિસર્ચ અને ડેવલપમેન્ટમાં વિદ્યાર્થીઓ, ઇન્ડસ્ટ્રી તેમજ રિસર્ચ માટે સૌ કોઈ મૂંઝવણ અનુભવી રહ્યું હતું.

મૂંઝવણનો ઉકેલ લાવવા બાબેન સ્થિત એસ એન પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઉમરાખ ખાતે કોલેજના મિકેનિકલ એન્જિનિરીંગ વિભાગ દ્વારા 6થી 10 સપ્ટેમ્બરના રોજ ડીએસટી ગુજકોસ્ટ સ્પોન્સર્ડ “NANOTECHNOLOGY: MATERIALS, CHARACTERIZATION, SYNTHESIS AND APPLICATIONS” નામક પાંચ દિવસીય STTP યોજાયો.

આ STTP માં એસવીએનઆઈટી, રાજ્યનીગવર્મેન્ટકોલેજ, નામાંકિત યુનિ. તેમજ કોલેજના પ્રોફેસર દ્વારા મિકેનિકલ એન્જિનિરીંગના નેનો ટેક્નોલોજીના ક્ષેત્રમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે લેકચર્સ આપ્યા. પાંચ દિવસીય STTPમાં ઇન્ડસ્ટ્રીના મહાનુભાવો તેમજ કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.

વિદ્યાભારતીના મેનેજીંગ ટ્રસ્ટી મનહરભાઈ પટેલ, સેક્રેટરી કિરીટભાઈ પટેલ, કો-સેક્રેટરી અશ્વિનભાઈ પટેલ, પ્રિન્સિપાલ ડો. પિયુષ જૈન અને એડમિનિસ્ટ્રેટર ડો. અક્ષય ગુપ્તાએ મિકેનિકલ એન્જિ. વિભાગને તેમજ હેડ પ્રો. વિશાલ ઝેડ ઢીમ્મર, STTP કો-ઓર્ડિનેટર ડો. આરીફ એમ વારસી અને ડો. શકીલ એ કાગઝી, ને કાર્યક્રમ ના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.

STTPને ડી એસ ટી - ગુજકોસ્ટ (DST-GUJCOST) દ્વારા સ્પોન્સર્ડ કરી હોય, વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત એસએનપટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરએ ડીએસટી-ગુજકોસ્ટના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી ડો. નરોત્તમ સાહુનો આભાર પ્રગટ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...