તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આર્થિક પગભર પેકેજ:કદવાલી-ચોરંબાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની તાલિમ

માંડવી10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુ અને ગૃહ ઉદ્યાગ શરૂ કરવા અંગે માહિતી અપાઇ

મહિલા સામખ્ય, સુરત દ્વારા ‘આર્થિક પગભર પેકેજ’ અંતર્ગત ગ્રામ્ય કક્ષાની બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી ઉમરપાડા તાલુકાના કદવાલી અને માંડવી તાલુકાના ચોરંબા ગામે આર્થિક તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં કદવાલી ગામમાં વાટ સંસ્થાના પ્રિયકાંતભાઈ તથા ચોરંબા ગામના સરપંચ જસવંતભાઈ ચૌધરી દ્વારા મહિલાઓને સમાજ તથા ગામનો વિકાસ કેવી રીતે કરવો, બહેનોને નાના-નાના ઉદ્યોગો શરૂ કરવા અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક ગીતાબેન ભીમાણીએ કિચન ગાર્ડન બનાવવા, તેની કાળજી વગેરે બાબતોની વિસ્તૃત માહિતી આપી હતી.

કાર્યક્રમમાં કિચન ગાર્ડન બિયારણની કિટસનું પણ વિતરણ કરવામાં આવ્યું હતુ. કુપોષણ માસ ઉજવણી અવસરે અવનવી વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક બહેનોને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઈનામ આપવામાં આવ્યું હતું. મહિલા સામખ્યના જિલ્લા સંકલન અધિકારી મનિષાબેન પ્રજાપતિએ નાના ઉદ્યોગો બહેનોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ. તાલીમ કાર્યક્રમમાં 10 ગામના બહેનો સહભાગી થયા હતા. મહિલા સામખ્યના ફિલ્ડ વર્કરોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...