તાલીમ:બારડોલી પાલિકાના 107 કામદારોને કચરો લેતી વખતે રાખવાની કાળજી અંગે તાલીમ

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બારડોલી પાલિકા સ્વચ્છતા સર્વેક્ષણમાં જરૂરી ગાઈડ લાઈન મુજબ કચરાનો નિકાલ માટે આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે. ઓક્ટોબરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરતી વખતે જોખમી કચરો, સેનેટાઈઝ કચરો, લીલો કચરો, સૂકો કચરો અલગ લેવા 107 આરોગ્ય કર્મચારીઓને સેનેટરી ઇન્સપેક્ટર રાજેશ ભટ્ટ દ્વારા રંગઉપવન ખાતે તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમથી ઘરમાંથી કચરો લેતી વખતે જ વર્ગીકરણ થઈ જશે. જેના કારણે નાંદિડા ખાતે ડમ્પિંગ સાઈડ પર આ કચરાના ઢગલા થશે નહીં અને કચરાનું યોગ્ય નિકાલ પણ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...