ટ્રાફિક ડાયવર્ટ:બારડોલી-મઢી રેલવે ઓવરબ્રિજની કામગીરીને લઇ ટ્રાફિક ડાયવર્ટ કરાયો

કડોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બારડોલી મઢી-વચ્ચે રેલ્વે ક્રોસિંગ ઓવરબ્રિજ બનાવવાનું કાર્ય પ્રગતિમાં હોવાથી વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. વાહન વ્યવહાર સરળતાથી ચાલે અને કોઇ ટ્રાફિક અવરોધ ઉભો ન થાય એ માટે અહીં ટ્રાફિક ડાયવર્ટ કરીને તા.25/09/2023 રૂટ બંધ કરવામાં આવ્યો છે.

વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવરના વિકલ્પ તરીકે અસ્તાન ગામ ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલિકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરી શકાશે. અસ્તાનગામ ધામડોદગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલિકા તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે તરસાડા, કડોદ, બારડોલી સરભોણ નવસારી રોડ (એલ.સી.નં.26)નો ઉપયોગ કરી શકાશે.

બારડોલી નગરપાલિકા તથા બાબેન ગામથી અસ્તાન ગામ ધામડોદગામ તથા કડોદગામ તરફ જવા માટે ભારે તથા હળવા વાહનોની અવર- જવર માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરી શકાશે. ડાયવર્ઝન રૂટ અંગેની દિશા દર્શાવતા બોર્ડ લગાવવા બારડોલી પાલિકા વ્યવસ્થા કરશે.

અન્ય સમાચારો પણ છે...