ટ્રાફિક જામ:પાલિકાની પરવાનગી વિના બારડોલી સરદાર ચોકમાં દુકાનદારોના દબાણથી ટ્રાફિક જામ

બારડોલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીનો તહેવાર નજીક હોય બારડોલીમાં નગરજનો ખરીદી માટે ઉમટી રહ્યા છે. આવા સમયે નગરના મુખ્યમાર્ગો પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. જેમાં દુકાનદારો શેેડ બનાવી દબાણ કરતા હોવાથી સ્થિતિ વધુ ખરાબ થઇ રહી છે.

બારડોલીમાં મુખ્યમાર્ગ પર ટ્રાફિકનો પ્રશ્ન છે. પાલિકાએ બાંધકામ માટે પાર્કિંગની સુવિધા વગર પરવાનગી આપતા ટ્રાફિક થાય છે. તહેવારોના દિવસોમાં લોકોની અવરજવર વધી જતી હોવાથી વધુ જટિલ થાય છે. દિવાળી નજીક હોય, ખરીદી માટે લોકો આવી રહ્યા છે. ત્યારે ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. સરદાર ચોકમાં પોલીસ મથકની સામે જ હંમેશા પાર્કિંગનો પ્રશ્ન છે. ત્યાં તાજેતરમાં દુકાનદારે રસ્તા પર શેડ બહાર કાઢતા વાહનોને અડચણ પડી રહી છે.

પાલિકાએ માર્ગ પર શેડ બહાર કાઢવા કોઈ પરમિશન આપી નથી
નગરમાં મુખ્ય માર્ગ પર શેડ બનાવવા બાબતે કોઈ પરવાનગી આપી નથી. શેડ બાબતે અરજી ઇનવર્ડ કરાવી છે. પરમિશન માટે મામલતદાર અને પોલીસમાં માંગણી કરી છે. પાલિકાએ પરમિશન આપી નથી. > કોમલ ધીનૈયા, ચીફ ઓફિસર, બારડોલી નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...